વડોદરાના જાંબુવા બ્રિજ પાસે નશામાં ટ્રકચાલકે બાઇકને ટક્કર મારી, પિતરાઈ ભાઈનું મોત

સુરતથી આવેલો ભાઇ બહેન સાથે ખરીદી કરવા નીકળ્યો હતો

MailVadodara.com - Near-the-Jambuva-Bridge-in-Vadodara-an-intoxicated-truck-driver-rammed-into-a-motorcycle-resulting-in-the-death-of-a-cousin

- ગંભીર ઇજાગ્રસ્ત બહેન સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

- પોલીસે આરોપી ટ્રકચાલક લક્ષ્મણલાલ તાબીયાડને ઝડપી પાડ્યો

નવરાત્રિમાં ખરીદી માટે બાઇક લઇને નીકળેલા ભાઇ બહેનને હાઇવે પર નશેબાજ ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેમાં ભાઇના માથા પર ટાયર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે બહેનને ગંભીર ઇજા થતા સારવાર હેઠળ છે.

અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મકરપુરા બસ ડેપોની પાસે રામબાગની બાજુમાં સોના પાર્ક કોમ્પલેક્સમાં રહેતા લલ્લનકુમાર રામસુરત દૂબે હાલ આફ્રિકામાં કામ કરે છે અને એક વર્ષથી ત્યાં જ રહે છે. જ્યારે તેમનો પરિવાર વડોદરામાં રહે છે. તેમની દીકરી અર્પણા ( ઉં.વ.૧૭) ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. અર્પણા અને તેનો પિતરાઇ ભાઇ સુનિલકુમાર કમલાભાઇ સુરત હજીરા ખાતે બે વર્ષથી રહે છે. ૧૭મી તારીખે તે સુરતથી વડોદરા નવરાત્રિ જોવા માટે આવ્યો હતો. ગઇકાલે અર્પણા અને સુનિલ બંને ઘરેથી બાઇક લઇને કપડાની ખરીદી માટે નીકળ્યા હતા. તેઓ જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ આવવાના રોડ પરથી જતા હતા. 

તે દરમિયાન એક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ભાઇ, બહેન રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. સુનિલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અર્પણાને હાથ, પગ અને માથામાં ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ભાગી રહેલા ટ્રક ડ્રાઇવર લક્ષ્મણલાલ તાબીયાડને પીછો કરીને ઝડપી પાડયો હતો. તે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.કે. કટારિયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments