મકરપુરા GIDCની ટ્રાન્સપાવર ટેક્નોલોજી કંપનીમાંથી 4.28 લાખનો સામાન ચોરી કરનાર ઝડપાયો

કંપનીમાં CCTV ફૂટેજથી માલ ચોરીનો ભેદ ઉકેલાયો

MailVadodara.com - Person-who-stole-goods-worth-Rs-4-28-lakh-from-Transpower-Technology-company-in-Makarpura-GIDC-caught

- સ્ટોરમાંથી 105 સ્પેન્ડલ લીંક અને 60 કોયલની ચોરી થઇ હતી

મકરપુરા GIDC પ્લોટ નંબર ૩૪૬ સ્થિત ટ્રાન્સપાવર ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્ટોર મેનેજર જયકુમાર સતીષચંદ્ર ત્રીવેદીએ સ્ટોરમાં માલસામાનની ઘટ જણાઈ આવતા સ્ટોર મેનેજરે કંપનીના માલિક હેમંતભાઈ પટેલને જાણ કરી હતી. ત્યારબાદ કંપનીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા, તા. 15/10/2026ના રોજ કંપનીમાં નોકરી કરતો કર્મચારી વિજયભાઈ જસુભાઈ પટેલ (રહે. લીમબડી ફળિયું, અટલાદરા) સ્ટોરમાંથી માલ ચોરી કરતા ઝડપાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી વિજય પટેલે ટુકડે-ટુકડે 105 નંગ સ્પેન્ડલ લીંક (કિંમત 1,15,500), 25 નંગ નાની કોયલ (કિંમત 50,000) અને 35 નંગ મોટી કોયલ (કિંમત 2,62,500) મળી કુલ 4,28,000નો મુદ્દામાલ ચોરી લીધો હતો.

Share :

Leave a Comments