- અમદાવાદની પાંચ ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે આર્થિક નુકસાન
- એડવોકેટ શૈલેષ અમીને કહ્યું, વડોદરાના સાંસદને પણ વણમાંગી સલાહ આપીએ છીએ કે ક્રેડાઈની છત્રછાયામાંથી નીકળી આત્મનિર્ભર બનશો તો જ વડોદરાના નગરજનોના કામો કરી શકશો
અમે ૨૧ મી ફેબ્રુઆરી એ ગ્રુપ ટૂર માં જોડાઈ દુબઇ ફરવા પહોંચ્યા.. અમે ફેબ્રુઆરી ની ૨૮ ના ભારત પરત ફરવાના હતા જે ઈરાન ના દુબઇ ઉપર મિસાઈલ એટેક ને કારણે દુબઇ એરપોર્ટ બંધ થતા અટવાઈ ગયેલા અને અમે માર્ચની ૪, ૫ અને ૭ તારીખ ની અમદાવાદ આવતી ફ્લાઈટ ની ટિકિટો બુક કરાવેલી જે તમામ ફ્લાઇટો રદ થતા દુબઇ માં જ મુશ્કેલી માં ફસાઈ ગયેલા. આ બાબતની ભારતમાં જાણ થતા અમારા ઘણા હિતેચ્છુઓ ના પૃચ્છા કરતા ફોન આવતા રહેતા હતા.

આ પહેલા ૧ લી ફેબ્રુઆરી ના અમોએ વડોદરાના સાંસદશ્રીના દુબઇ માં ફસાયેલાની વિગતો મંગાવતા સમાચારો જોયા અને સાંસદશ્રી એ જણાવેલા વોટ્સએપ નંબર પર ફસાયેલા ઓ ની વિગતો મંગાવેલી જેથી રાહત કાર્યવાહી થાય, જે અમે તુરંત મોકલેલ હતી જેને આજે આઠ દિવસ થયા પણ વડોદરાના સાંસદ નો સામાન્ય પ્રત્યુત્તર સુધ્ધાય નથી, જેથી લાગે છે કે તેમની કોઈ કાર્ય ક્ષમતા હોય તેમ જણાતું નથી.
અમો ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી ના સૂચવેલા આત્મનિર્ભર થવા ના સૂત્ર ને અનુસર્યા અને વડોદરા ના સાંસદ પર નિર્ભર રહેવાનું છોડી સ્વયં પ્રયાસો કરતા રહ્યા સાથે સલામત ભારત પરત ફરીએ તેવી સ્નેહીઓ એ કરેલી પ્રાર્થના અને માંગેલી દુઆ કામ લાગી અને અમારા ધ્યાને આવ્યું કે અમે ભારત પરત ફરવાની પાંચ વખત ભારત પરત ફરવાની લીધેલી ટિકિટો અમદાવાદ, ગુજરાત ની હતી અને ગુજરાત ની તમામ ફ્લાઇટો કેન્સલ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની શિંદે સરકારે દુબઇ માં ફસાયેલા મહારાષ્ટ્ર ના નાગરિકો માટે ફ્લાઇટો ની વ્યવસ્થા કરેલી છે જે ચોક્કસ ઉપડે છે જેમાં અમોને પ્રથમ પ્રયત્ને જ ૬ ઠ્ઠી માર્ચ ની મુંબઈ ની ટિકિટ અમોને ઊંચી કિંમતે મળી ગઈ, ફ્લાઇટ ઉપડી અને અમો મુંબઈ પહોચ્યા બાદ વડોદરા પહોચી ગયા છે.
અમે તો વડોદરાના સાંસદશ્રી ને પણ વણમાંગી સલાહ આપીએ છીએ કે ક્રેડાઈ ની છત્રછાયા માંથી નીકળી આત્મનિર્ભર બનશો તો જ વડોદરાના નગરજનો ના કામો કરી શકશો.


