ખોડિયારનગર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી, ઓટલા અને કંપાઉન્ડ વોલ તોડી પડાયાં

સાનિધ્ય ટાઉનશીપના મકાનો બહાર ઓટલા અને કંપાઉન્ડ વોલ બનાવતા રોડ સાંકળો થઇ ગયો હતો

MailVadodara.com - The-pressure-branch-team-struck-in-Khodiyarnagar-area-demolished-the-courtyards-and-compound-walls

વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આજે (21 ફેબ્રુઆરી)ના રોજ દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. ટાઉનશીપમાં અનેક મકાનધારકો દ્વારા ઘરની બહાર ઓટલા અને કંપાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હતી, જેને તોડી પાડવામાં આવ્યા હતા.

ખોડિયારનગર વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશીપમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. સાનિધ્ય ટાઉનશીપના કેટલાક મકાનધારકો દ્વારા મકાનોની બહાર ઓટલા અને કંપાઉન્ડ વોલ બનાવી દીધી હતી, જેના કારણે આંતરિક રોડ સાંકળો થઇ ગયો હતો. ટાઉન પ્લાનિંગ શાખાની સૂચના મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


સમગ્ર વિગત એવી છે કે, સોસાયટીનો આંતરિક રોડ ખોદવા બાબતે ફરિયાદીએ ફરિયાદ કરી હતી. સીએમ ઓનલાઇન અને સરકારના પોર્ટલ પર આ ફરિયાદ મુકવામાં આવી હતી, જેના આધારે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ, આ દબાણ દૂર નહીં અંતે આજરોજ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા કોઈ ઘર્ષણ ઉભું ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓની હાજરીમાં ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા.

Share :

Leave a Comments