સાકરીયાપુરા રેલવે ફાટક પાસેથી માત્ર 300 મીટર દૂર રેલવે ટ્રેક પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

આપઘાત કે અકસ્માત એ રહસ્ય અકબંધ, વડોદરાના સાકરિયાપુરા ગામ પાસેની ઘટના

MailVadodara.com - The-body-of-an-unidentified-youth-was-found-on-the-railway-tracks-just-300-meters-from-the-Sakariapura-railway-gate

- ગુરુવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ મૃતદેહ મળ્યો હતો, રેલવે ટ્રેક પાસે યુવકનું માથું મળ્યું છે અને ધડ તેનાથી 10 ફૂટ દૂર મળ્યું, હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી

વડોદરા નજીક નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાકરીયાપુરા ગામ પાસે ભયાનક ઘટના સામે આવી છે. સાકરીયાપુરા રેલવે ફાટક પાસેથી માત્ર 300 મીટર દૂર રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેનું માથું અને ધડ અલગ-અલગ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા નંદેસરી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


રેલવે ટ્રેક પાસે યુવકનું માથું મળ્યું છે અને ધડ તેનાથી 10 ફૂટ દૂર મળ્યું છે. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. આ બધા વચ્ચે યુવકે આપઘાત કર્યો છે કે અકસ્માત કે અન્ય કોઈ ઘટના ઘટી છે તે રહસ્ય અકબંધ છે.

ગુરુવારે (26 ફેબ્રુઆરી) રાત્રિના સમયે લગભગ 8.30 વાગ્યાની આસપાસ રેલવે કંટ્રોલ રૂમમાંથી નંદેસરી પોલીસ સ્ટેશનને કોલ મળ્યો હતો કે, સાકરીયાપુરા રેલવે ફાટક પાસે એક મૃતદેહ મળ્યો છે. કોલ મળતા જ નંદેસરી પોલીસ સ્ટેશનના એએસઆઈ મૂળજીભાઈ આહિર સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


નંદેસરી પોલીસની ટીમે આ મામલે તાત્કાલિક પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહની ઓળખ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે નંદેસરી, અનગઢ, ફાજલપુર તેમજ સાકરીયાપુરા સહિત આસપાસના ગામોમાં મૃતદેહ અંગે પૂછપરછ શરૂ કરી છે. સ્થાનિકો અને રેલવે સંબંધિત વ્યક્તિઓ પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જોકે હજી સુધી યુવકની કોઈ ઓળખ થઈ શકી નથી.


નંદેસરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. યુવકે આપઘાત કર્યો છે કે, પછી અકસ્માતમાં મોત થયું છે તે પણ તપાસનો વિષય છે. નંદેસરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments