માવઠાં અને વાવાઝોડાને કારણે ખેતીને થયેલા નુકસાનના વળતરની માગ તંત્રએ ફગાવી દીધી

વડોદરા જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા

MailVadodara.com - The-administration-rejected-the-demand-for-compensation-for-damage-to-agriculture-due-to-floods-and-storms

- માત્ર થોડા સમય માટે જ વાવાઝોડું આવ્યું હતું, જેને કારણે કોઇ ખાસ નુકસાન થયું નથી, જેથી સર્વે કે વળતરનો કોઇ સવાલ નથી : તંત્ર

વડોદરા જિલ્લામાં તાજેતરમાં માવઠાં અને વાવાઝોડાને કારણે ખેતીને થયેલા નુકસાનના વળતરની માગણી વહીવટીતંત્રએ ફગાવી દીધી છે.

વડોદરા જિલ્લામાં ચાર દિવસ પહેલાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં કેરી,કેળાં, કપાસ,ઘંઉ,મકાઇ જેવા પાકને નુકસાન થયું હતું.ડભોઇ સહિતના અનેક સ્થળોએ ખેડૂતોએ વળતરની માગણી પણ કરી હતી.

જો કે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વળતર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે, માત્ર થોડા સમય માટે જ વાવાઝોડું આવ્યું હતું. જેને કારણે કોઇ ખાસ નુકસાન થયું નથી.જેથી સર્વે કે વળતરનો કોઇ સવાલ નથી.

નોંધનીય છે કે,અગાઉ પણ આ પ્રકારે નુકસાન થતાં સર્વે કરીને વળતર આપવામાં આવ્યું હતું.પરંતુ ખરીફ કે રવી પાકમાં જે ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેમને જ વળતર આપવામાં આવતું હોય છે.

Share :

Leave a Comments