મુખ્યમંત્રી કાલે મંગળવારે ભગવાન શ્રી બુદ્ધના અવશેષો વડોદરાથી શ્રીલંકા દર્શનાર્થે મોકલશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

MailVadodara.com - The-Chief-Minister-will-send-the-relics-of-Lord-Buddha-from-Vadodara-to-Sri-Lanka-for-darshan-tomorrow-Tuesday

પાડોશી દેશ શ્રીલંકાના કોલંબો શહેર ખાતે આયોજિત બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાગ લેનારા ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં રહેલા ભગવાન શ્રી બુદ્ધના અવશેષો મોકલવામાં આવશે. તા. ૩ને મંગળવારના રોજ આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવશેષોને કોલંબો મોકલશે. 

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ તા. ૩ના રોજ બપોરે સવા ચાર વાગ્યે મુખ્યમંત્રીશ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આગમન થશે. તે સમયે બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ કરવામાં આવશે. ભગવાન બુદ્ધના અવશેષોના શ્રી પટેલ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. બાદમાં પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે.

Share :

Leave a Comments