કાલે તાજીયા વિસર્જન : વડોદરામાં 9 DCP, 13 ACP સહિત 2000 પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

વડોદરા શહેરમાં તાજીયાઓનું સરસીયા તળાવ સહિત 9 સ્થળોએ વિસર્જન કરવામાં આવશે

MailVadodara.com - Tajiya-Visarjan-tomorrow-2000-policemen-including-9-DCPs-13-ACPs-will-be-on-duty-in-Vadodara

- તાજીયા વિસર્જનને લઈને 200 PI અને PSI, 2000 કોન્સ્ટેબલ ઉપરાંત બહારથી એક DCP, 7 ACP અને 15 PI અને PSI કક્ષાના અધિકારીઓ અને 4 કંપની SRPની ટીમો તૈનાત રહેશે

વડોદરા શહેરમાં આવતીકાલના તાજીયા વિસર્જનને લઈને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં 9 DCP, 13 ACP, 200થી વધુ PI, PSI સહિત 2000 પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત વડોદરા બહારથી પણ પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 196 તાજીયા જુદા-જુદા વિસ્તારમાં સ્થાપિત થયેલા છે. આ તાજીયાઓનું સરસીયા તળાવ સહિત 9 સ્થળોએ વિસર્જન કરવામાં આવશે. શહેર તાજિયા સમિતિ, વડોદરા કોર્પોરેશન સાથે મળીને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલના તાજીયા વિસર્જનને લઈને 9 DCP, 13 ACP, 200 PI અને PSI, 2000 કોન્સ્ટેબલ તૈનાત રહેશે. આ ઉપરાંત બહારથી એક DCP, 7 ACP અને 15 PI અને PSI કક્ષાના અધિકારીઓ આવ્યા છે અને 4 કંપની SRPની ટીમો પણ તૈનાત કરી છે. સંવેદનશીલતાને ધ્યાને રાખીને એક કંપની રેપિડ એક્શન ફોર્સની પણ તૈનાત રાખી છે.

તેઓએ કહ્યું હતું કે, આવતીકાલ માટે ધાબા અને ડીપ પોઇન્ટ પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ દુર્ઘટનાને ટાળવા માટે સરસિયા તળાવ ખાતે ફાયર બ્રિગેડની સાથે SDRFની એક ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. ઈમરજન્સી સમયે તમે 100 અને 112 નંબર ઉપર કોલ કરીને મદદ મેળવી શકો છો. ફરજ પરના અધિકારીઓ તમારી મદદ માટે તૈયાર છે.

Share :

Leave a Comments