ટી.વાય. બી.કોમ સેમેસ્ટર-6નું માત્ર 21 દિવસમાં પરિણામ જાહેર, 98 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

કુલ 5018 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4925 વિદ્યાર્થીઓ પાસ થયા

MailVadodara.com - TY-BCom-Semester-6-results-declared-in-just-21-days-98-percent-students-passed

- આ પરીક્ષામાં 4559 વિદ્યાર્થીઓએ તમામ છ સેમેસ્ટરની પરીક્ષાઓ પાસ કરી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સનું ટી.વાય. બી.કોમ. સેમેસ્ટર-6નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂર્ણ થયાના માત્ર 21 દિવસમાં જ પરિણામ જાહેર કરીને ફેકલ્ટીએ વિદ્યાર્થીઓને રાહત આપી છે.

પરીક્ષા 16 એપ્રિલે પૂર્ણ થઈ હતી. આ અંગે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રો. પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા TY BCom સેમેસ્ટર-6નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા પત્યાના ફક્ત 21 મા દિવસે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આ વર્ષે કુલ 5018 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4925 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે માત્ર 82 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ, વિદ્યાર્થીઓની 98 ટકા સફળતાનો રેકોર્ડ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં 4559 વિદ્યાર્થીઓએ તમામ છ સેમેસ્ટરની પરીક્ષાઓ પાસ કરી છે અને તેઓ બી.કોમ. ની ડિગ્રી મેળવવાને પાત્ર બન્યા છે. તેમજ 11 વિદ્યાર્થીઓ પરીક્ષામાં અનુચિત સાધનોનો ઉપયોગ કરતા પકડાયા હોવાથી તેમના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ફેકલ્ટી ઓફ કોમર્સે આ વર્ષે પણ ઝડપી અને સારા પરિણામ સાથે વિદ્યાર્થીઓને ખુશીની ભેટ આપી છે.

Share :

Leave a Comments