- બુકિંગ 15 ઓગસ્ટથી તમામ રેલવે PRS કાઉન્ટર્સ તેમજ IRCTCની વેબસાઇટ પર શરૂ થશે
આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવના તહેવાર દરમિયાન ટ્રેનમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા અને મુસાફરોની વ્યવસ્થા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોના વધારાના ફેરા (ટ્રીપ) દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટેનું બુકિંગ 15 ઑગસ્ટથી શરૂ થશે.
ટ્રેન નંબર 09013, 09019, 09030, 09022, 09114, 09110 અને 09124 ના વધારાના ફેરા માટેનું બુકિંગ 15 ઓગસ્ટ, 2026થી તમામ રેલવે PRS કાઉન્ટર્સ તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. ટ્રેનોના સ્ટોપેજ, સમયપત્રક અને કોચ સંરચનાની વિસ્તૃત માહિતી માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.


