માણેજા ગામ પાસે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમ્યાન મોત

છેલ્લા 23 દિવસથી તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી

MailVadodara.com - Youth-critically-injured-in-a-road-accident-near-Maneja-village-dies-during-treatment

- હિટાચી કંપનીના ગેટ સામે 20 જુલાઈએ બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, યુવકના મોતથી પરિવારજનોમાં શોક

વડોદરા શહેરના માણેજા ગામ પાસે હિટાચી કંપનીના ગેટ સામે ગત 20 જુલાઈના રોજ બાઈક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માણેજા-વુડા મકાનમાં રહેતો યશ વિષ્ણુ ઠાકોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


અકસ્મતમાં ગંભીર ઈજાઓ પહોંચતા યશ વિષ્ણુ ઠાકોરને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા 23 દિવસથી તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. જોકે, 23 દિવસની સારવાર બાદ આજે યશની તબિયતમાં સુધારો ન થતાં સારવાર દરમિયાન હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

સમગ્ર મામલે અકસ્માતમાં યુવકના મોતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જનાર ચાલક સામે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments