- આ બ્લોકને કારણે આજે 12 ઓગસ્ટ 2025 (મંગળવાર) અને કાલે 13 ઓગસ્ટ 2025 (બુધવાર)ના રોજ કેટલીક ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના વિશ્વામિત્રી-ડભોઇ સેક્શનમાં સ્થિત પ્રતાપનગર યાર્ડ ખાતે 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ (FOB) ગર્ડરના લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, 12 ઓગસ્ટ 2025 (મંગળવાર) અને 13 ઓગસ્ટ 2025 (બુધવાર)ના રોજ કેટલીક ટ્રેનો રદ રહેશે. જેમાં સંપૂર્ણ રદ ટ્રેનોમાં ટ્રેન નં. 69202 એકતાનગર - પ્રતાપનગર મેમુ ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે, ટ્રેન નં. 69203 પ્રતાપનગર - એકતાનગર મેમુ ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે, ટ્રેન નં. 59122 છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે અને ટ્રેન નં 59125 પ્રતાપનગર - છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેન 12 અને 13 ઓગસ્ટના રોજ રદ રહેશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


