ગોત્રી વિસ્તારમાં પાંચ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ વાસણા તળાવમાંથી મળતા ચકચાર

પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે

MailVadodara.com - Shocking-discovery-of-body-of-youth-missing-for-five-days-in-Gotri-area-from-Vasna-Lake

- ગોત્રીમાં રણછોડરાય મંદીર પાછળ દેવનગરમાં રહેતા ભરતભાઇ પરમાર (ઉ.વ.48) સેવ ઉસળની દુકાન પર કામ કરતા હતા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી સેવ ઉસળની દુકાન પર કામ કરતો યુવક ગુમ થયો હતો, ત્યારે આજે આ યુવકનો મૃતદેહ વાસણા ખાતેના તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રણછોડરાય મંદીર પાછળ દેવનગરમાં રહેતો ભરત પરમાર (ઉ.વ.48) સેવ ઉસળની દુકાન પર કામ કરતો હતો. તે પાંચ દિવસ અગાઉ ગુમ થયો હતો. આ અંગે જાણવા જોગ ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી. જોકે, પોલીસે આ મામલે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. આ યુવકની લાશ તળાવમાં દેખાતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.

આ મામલે ગોત્રી પોલીસે અકસ્માતે મોત અંગેનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મૃતકનું કંઈ રીતે મોત નિપજ્યું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે. હાલમાં પોલીસે આ મૃતક ભરતનું પાણીમાં ડુબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક કારણ બતાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

Share :

Leave a Comments