આણંદથી વડોદરા લવાતા 80 કિલો ગૌમાસના જથ્થો સાથે રિક્ષા શેરખી બ્રિજ નીચેથી ઝડપાઇ

પકડાયેલી રિક્ષામાં એક વ્યક્તિ હતો, જેની સાથે પાયલોટિંગ કરનાર બીજી વ્યક્તિ પણ હતી

MailVadodara.com - Rickshaw-carrying-80-kg-of-beef-being-brought-from-Anand-to-Vadodara-was-seized-from-under-Sherkhi-Bridge

- કોર્પોરેશન અને સ્થાનિક નેતાઓને ગૌમાંસની દુકાનો પર નિયમિત રેડ કરવા અને લાઇસન્સ ચકાસવા જણાવ્યું, આ માત્ર અમારી સંસ્થાની જવાબદારી નથી, દરેક હિંદુની જવાબદારી છે'


વડોદરા તાલુકાના શેરખી વિસ્તારમાં બ્રિજ નીચેથી પ્રાણી ફાઉન્ડેશન દ્વારા ગૌમાંસ ભરેલી એક રિક્ષા ઝડપાઈ છે. પ્રાણી ફાઉન્ડેશનની અધ્યક્ષ નેહા પટેલે જણાવ્યું કે, આ રિક્ષામાં 80 કિલોથી વધુ ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું, આ ગાડીના નંબર અમારી પાસે નોંધાયેલા હતાં, જે ગૌમાંસના વેપારમાં વપરાતાં હતાં. ગૌમાંસની ઓળખ પીળા રંગથી થાય છે, જે જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી જોઈએ.


નેહા પટેલે જણાવ્યું કે, આણંદથી વડોદરા અને અમદાવાદમાં ગૌમાંસની હેરફેર થાય છે. તેમણે કહ્યું, અઠવાડિયામાં ચાર-પાંચ વખત આણંદથી ગૌમાંસ વડોદરાની ચાર-પાંચ દુકાનોમાં સપ્લાય થાય છે. અગાઉ પણ નવાયાર્ડમાં LCB સાથે રેડ કરી હતી, જેમાં આણંદથી જ ગૌમાંસ આવતું હોવાનું બહાર આવ્યું હતું. તેમણે હુસેની સમોસા કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં આણંદથી ગૌમાંસ સપ્લાય થતું હતું.


નેહા પટેલે લોકોને અપીલ કરી કે, જો કોઈ મીટ ખરીદતી વખતે પીળું દેખાય, તો તે ગૌમાંસ હોઈ શકે છે. તરત પોલીસને જાણ કરો, FSL રિપોર્ટની જરૂર નથી. તેમણે સ્થાનિક કોર્પોરેશન અને નેતાઓને પણ આવી દુકાનોનું લાઇસન્સ ચકાસવા અને ગૌમાંસ વેચતી દુકાનો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું. તેમણે કહ્યું, ઘણી દુકાનો લાઇસન્સ વિના ચાલે છે, અને કેટલીક જગ્યાએ ઘરોમાં ગૌમાંસ કાપવામાં આવે છે. સ્થાનિક નેતાઓએ આ અંગે અવાજ ઉઠાવવો જોઈએ. પકડાયેલી રિક્ષામાં એક વ્યક્તિ હતો, જેની સાથે પાયલોટિંગ (અગાઉથી માર્ગ ચકાસવું) કરનાર બીજી વ્યક્તિ પણ હતી. નેહા પટેલે જણાવ્યું કે, આવી રિક્ષાઓ સામાન્ય રીતે પાયલોટિંગ વિના નીકળતી નથી, અને આ ઘટનામાં 80 કિલોથી વધુ ગૌમાંસ હતું. તેમણે એમ પણ જણાવ્યું કે આ સાથે બીજી બે રિક્ષાઓ પણ ગૌમાંસ લઈ જતી હતી, જેની તપાસ ચાલુ છે.


નેહા પટેલે કોર્પોરેશન અને સ્થાનિક નેતાઓને ગૌમાંસની દુકાનો પર નિયમિત રેડ કરવા અને લાઇસન્સ ચકાસવા જણાવ્યું હતું. તેમણે યોગીજીના બુલડોઝર મોડેલનો ઉલ્લેખ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું, આ માત્ર અમારી સંસ્થાની જવાબદારી નથી, દરેક હિંદુની જવાબદારી છે.

વડોદરા તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ મામલે તાલુકા પી આઈ વી. એમ. ટાંકે જણાવ્યું હતું કે, આ ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને તે બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છે. આ જથ્થા બાબતે અમે FSL ટીમની પણ મદદ લીધી છે.

Share :

Leave a Comments