ખોડીયાર નગર પાસેની રામેશ્વરપુરમ સોસાયટીના રહીશોનો ગંદા પાણીના મુદ્દે માટલા ફોડી હોબાળો

MailVadodara.com - Residents-of-Rameshwarapuram-Society-near-Khodiyar-Nagar-create-ruckus-over-dirty-water-issue

- સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવે છે જેની ફરિયાદો કોર્પોરેટરોને કરવા છતાં ઉકેલ આવતો નથી, લોકોને પીવાનું પાણી ખરીદીને મંગાવવું પડે છે

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ સ્થિત રાજીવ નગર ખાતે ગઈકાલે ગંદા પાણીની ફરિયાદ મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી કોર્પોરેટરો કામગીરી કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા એ જ રીતે આજે ખોડીયાર નગર પાસે આવેલા રામેશ્વરપુરમ સોસાયટીના રહીશોએ પણ ગંદા પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગીની સાથે સાથે અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતંક હોવાની ફરિયાદો સ્થાનિક રહીશો કરતા રહે છે પરંતુ વહીવટી તંત્ર તેનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ નીકળ્યું છે ત્યારે ગઈકાલે રાજીવ નગર વિસ્તારમાં ગંદા પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો એ જ રીતે આજે ખોડીયાર નગર પાસે આવેલા રામેશ્વરપુરમ સોસાયટીના રહીશોએ ગંદા પાણીના મુદ્દે માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવે છે જેની ફરિયાદો કોર્પોરેટરોને કરવામાં આવી છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી લોકોને પીવાનું પાણી ખરીદ કરીને મંગાવવું પડે છે.

Share :

Leave a Comments