- સરકાર દ્વારા નિમાયેલા કન્સલ્ટન્ટે રણોલી બ્રિજનો લોડ ટેસ્ટ કરવાની ભલામણ કરી હતી
વડોદરા શહેરના કાર્યપાલક ઇજનેર, શહેર માર્ગ અને મકાન વિભાગના પત્ર અનુસાર તા. 9/7/2025ના રોજ ગંભીરા બ્રિજ ખાતે બનેલા અકસ્માતને કારણે ટ્રાફિકને રણોલી બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

સ્થળ વિઝિટ દરમિયાન જાણવા મળ્યું કે, રણોલી બ્રિજ પર વધુ પડતા વાહનોની અવરજવરથી બ્રિજને નુકસાન અને જાનહાનિની સંભાવના છે. જેથી લોક હિતમાં રણોલી બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવા અને વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિક ડાયવર્ટ કરવા વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા તા. 15/7/2024ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સરકાર દ્વારા નિમાયેલા કન્સલ્ટન્ટે રણોલી બ્રિજનો લોડ ટેસ્ટ કરવાની ભલામણ કરી હતી. આ માટે બ્રિજને આગામી 8 દિવસ માટે તમામ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે ઇન્ચાર્જ વડોદરા પોલીસ કમિશનર ડો. લીના પાટીલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 (1) બી હેઠળ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.



