વડોદરા નજીક રણોલી વિસ્તારમાં મોટા પાયે ધંધો કરતા વેપારીને ડામર (બીટુમીન) વેચાણ આપવાનું કહીને તેમની પાસેથી રૂ.90 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ઘણો સમય થઇ ગયો તેમ છતાં આજ દીન સુધી મટીરિયલ્સ નહી આપતા વેપારી રૂપિયા પરત માંગ્યાં હતા ત્યારે માત્ર 5 લાખ આપ્યા હતા જ્યારે બાકીના રૂ.85 લાખ પરત નહી આપતા મુંબઇના ત્રણ તથા એક અમદાવાદની કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ ડીસીબીમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી અજંતા સોસાયટીમાં રહેતા હરદિપસિંહ નવઘણસિંહ ચુડાસમા રણોલી GIDC ખાતે ગણેશ ટાર ગ્લોબલના નામથી ડામર, ઇમલ્સન, ફયુઅલ ઓઇલ સહિતની પ્રોડક્ટનું ટ્રેડીંગ અને વેચાણનો ધંધો 4 વર્ષથી કરે છે. દેવનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની મુંબઈ ખાતે આવેલી હોય તેના ડાયરેક્ટર પંકજ નાગજી પટેલ અને અમિયા પંકજ પટેલ છે. દુબઈની રાજસી ઓઇલ પ્રોડક્ટસ ટ્રેડીંગ LLPના માલિક દિનેશ જયપ્રકાશ મિશ્રા તેમજ વેદાંતું એનર્જી ઇન્ડીયા અમદાવાદના ડાયરેક્ટર દિવ્યાંગકુમાર ભીખા પટેલ વેપારીનો સંપર્ક કર્યા બાદ રણોલી GIDC ખાતે તમેની ઓફિસ પર આવી વર્ષ 2024માં જણાવ્યુ હતું કે, મુંબઈની દેવનંદન ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પંકજ નાગજી પટેલ, અમિયા પંકજ પટેલ, દિનેશ જયપ્રકાશ મિશ્રા સાથે મળીને બીટુમીન (ડામર)નો ધંધો કરીએ છીએ. તેઓ દુબઈથી બીટુમીન ખરીદ ઈન્ડીયામાં આયાત કરે છે. તમારે બીટ્રુમીનની ડીલ કરવી હોય જણાવજો.
વેપારીને તેમની વાત પર વિશ્વાસ આવી ગયો હતો અ્ને બીટુમીન ખરીદી કરવા તૈયારી બતાવી 1500 મેટ્રીક ટન બીટુમીનનો ઓર્ડર આપ્યો હતો. જેની રૂ. 4.25 કરોડ થતી હોય હાલમાં 20% પેટે એડવાન્સમાં રૂ.90 લાખ ગણેશ ટાર ગ્લોબલના રાજસી ઓઈલ પ્રોડક્ટસ ટ્રેડીંગ એલએલપીના દુબઈ ખાતેના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. મે 2024 દરમિયાન ગુજરાત, કંડલા પોર્ટ ઉપર આવી જશે તેમ જણાવી રાજસી ઓઈલ પ્રોડકટસ ટ્રેડીંગ LLPના માલિક દિનેશ જયપ્રકાશ મિશ્રાએ તેમની સહી સિક્કાવાળુ બિલ આપ્યું હતું.
આ ઉપરાંત દેવનંદન ઇન્ડસ્ટ્રીઝમના પંકજ નાગજી પટેલના પિતા નાગજી પટેલ અને દિવ્યાંગકુમાર પટેલે તેમની કંપનીના નામના રૂ. 90 લાખનો સિકયુરીટી પેટે ચેકો આપ્યાં હતા અને જણાવ્યું હતું કે, તમારા ઓર્ડર મુજબ બીટુમીનનો માલ ના મળે તો બેંકમાંથી નાણા ઉપાડી લેવા જણાવ્યું હતું. વેપારીએ તેમના પર વિશ્વાસ કર્યો હતો અને એડવાન્સમાં નાણા આપ્યા હતા. પરંતુ કોઈ ઓર્ડર મુજબ બીટુમેન નહી મળતા દેવનંદન ઇન્ડસ્ટ્રીઝન અને વેદાંત એનર્જી ઇન્ડીયાના ડાયરેક્ટરે આપેલા 90 લાખના ચેકો બેંકમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયા હતા.
મટિરિયલ નહી મળતા વેપારીએ રૂપિયા પરત માંગ્યા હતા ત્યારે માત્ર રૂ.5 લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ.85 લાખ થોડા દિવસમાં આપશું તેમ જણાવી ખોટા બહાના બતાવી અત્યાર સુધી આપ્યાં નથી. જેથી, વેપારીએ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં મુંબઈના ત્રણ અને અમદાવાદની કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ નોંધાવી છે.


