એકતાનગર - પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડશે

ટ્રેન નંબર 09108 એકતાનગર-પ્રતાપનગર મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

MailVadodara.com - One-way-MEMU-special-train-will-run-between-Ektanagar-Pratapnagar

- સપ્તાહના અંતે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળે મુસાફરોની સુવિધા અને સપ્તાહના અંતે વધતા ધસારાને ધ્યાનમાં રાખીને એકતાનગરથી પ્રતાપનગર વચ્ચે વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 30 ઓગસ્ટ (શનિવાર) અને 31 ઓગસ્ટ (રવિવાર)ના રોજ ચલાવવામાં આવશે. આ પગલું મુસાફરોને સરળ, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે લેવાયું છે.


જે અંતર્ગત આગામી ૩૦ ઓગષ્ટ શનિવાર અને ૩૧ ઓગષ્ટ રવિવારના રોજ એકતાનગર - પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09108 એકતાનગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ ટ્રેનનું એકતાનગર ખાતે સાંજે  7.45 વાગ્યે આગમન થશે. જે ચાંદોદ ખાતે રાત્રે 8.10, ડભોઇ રાત્રે 8.30 અને પ્રતાપનગર ખાતે રાત્રે 9.10 વાગ્યે પહોંચશે. મુસાફરો આ સુવિધાનો  વધુ પ્રમાણમાં લાભ લે તેવી રેલવે વિભાગે અપીલ કરી છે.

Share :

Leave a Comments