- જીતુભાઈ વાઘાણીને અમરેલી-રાજકોટની અને કુંવરજીભાઇ બાવળીયાને પોરબંદર-દેવભૂમિ દ્વારકાની તેમજ ડૉ. મનિષા વકીલને છોટાઉદેપુરની જવાબદારી સોંપાઇ
ગુજરાત સરકારના મંત્રીમંડળનું રિસફલીંગ કરાયા બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 9 મંત્રીઓને બબ્બે જિલ્લાની, 10 મંત્રીઓને એકેક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી તંત્રને વધુ સુદૃઢ અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મંત્રીમંડળના સભ્યોને પ્રભારી મંત્રીઓ તરીકે જિલ્લાઓની ફાળવણી કરી છે. નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા મંત્રીઓ પોતપોતાના પ્રભારી જિલ્લાઓમાં સરકારી યોજનાઓ, વિકાસના કાર્યો અને વહીવટી પ્રવૃત્તિઓનું સીધું નિરીક્ષણ કરી શકશે, જેનાથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ વધુ ઝડપી બની શકશે.
રાજ્યના મુખ્ય મંત્રીઓ અને તેમને સોંપાયેલા પ્રભારી જિલ્લાઓની વિગતો નીચે મુજબ છે.


