આજે બીજા દિવસે પણ મુંબઈ-વડોદરાની ફ્લાઇટ કેન્સલ; મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

ઓપરેશન રિઝનના કારણે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ

MailVadodara.com - Mumbai-Vadodara-flight-cancelled-for-second-day-today-alternative-arrangements-made-for-passengers

- એરલાઇન્સની ફલાઇટ રદ થતા 160થી વધુ પેસેન્જરને વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ અપાયું

વડોદરા એરપોર્ટ પર આવતી મુંબઈ-વડોદરા મુંબઈની ઈન્ડિગોની સવારની ફ્લાઇટ 6E-5126/6087 આજે સતત બીજા દિવસે શુક્રવારે ઓપરેશનલ રિઝનના કારણોસર રદ કરવામાં આવી હતી. ફલાઇટ રદ થતા મુંબઈ જનારા પેસેન્જરો માટે રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ ફ્લાઇટ રદ થતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. જ્યારે, એર ઈન્ડિયાની ફ્લાઇટ પણ અડધો કલાક મોડી પડી હતી.


આજે સવારે 7.20 વાગ્યે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-5126/6087 મુંબઈ-વડોદરા-મુંબઈ રદ કરવામાં આવી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 વાગ્યે આવે છે અને પરત વડોદરાથી 7.50 વાગ્યે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી હતી. જેથી મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાયા. આ સાથે જે મુસાફરોને રિફંડ જોઈતું હતું તેમને રિફંડ આપવામાં આવ્યું છે.

ગત રોજ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-2168/5138 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 વાગ્યે આવે છે અને પરત વડોદરાથી 8.40 વાગ્યે ઉડાન ભરે છે. આજે ફરી આજે એરલાઇન્સની ફલાઇટ રદ થતા 160થી વધુ પેસેન્જરને વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ અપાયું.

Share :

Leave a Comments