માંજલપુર રેલવે ઓવરબ્રિજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે 4 જૂને બપોર-રાત્રિના બંધ રહેશે

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે વાહનવ્યવહાર બંધ રહેશે

MailVadodara.com - Manjalpur-Railway-Overbridge-will-remain-closed-from-noon-to-night-on-June-4-due-to-bullet-train-project-work

- ઓવરબ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ની કામગીરીના ભાગરૂપે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પર `ગર્ડર લોન્ચીંગ'નું મહત્વનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક ડાયવર્ઝન અમલી બનાવવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર નીચે મુજબના નિયત સમયે બ્રિજ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રવેશબંધી રહેશે. તારીખ 4 જૂનના રોજ બપોરે 2 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી. આ ઉપરાંત 4 જૂનના રોજ રાત્રે 11.30 વાગ્યાથી તારીખ 5 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી (અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી) બ્રિજ બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન માંજલપુર રેલવે ઓવરબ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.


Share :

Leave a Comments