ગણેશોત્સવ પહેલાં વિશ્વામિત્રી-રત્નાગીરી સાપ્તાહિક ટ્રેન કાયમી કરવાની મહારાષ્ટ્રિયન સમાજની માગ

વડોદરાથી દર શુક્રવારે ઉપડતી મરૂસાગર એક્સપ્રેસને ભીલ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું

MailVadodara.com - Maharashtrian-community-demands-making-the-Vishwamitri-Ratnagiri-weekly-train-permanent-before-Ganeshotsav

- માગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ

શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજના લોકો વસવાટ કરે છે. મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં પોતાના વતન જવા માટે રેલવેની મર્યાદિત ટ્રેન સેવાના કારણે ઉપલબ્ધ ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો રહે છે.

વડોદરાથી દર શુક્રવારે ઉપડતી મરૂસાગર એક્સપ્રેસને ભીલ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું છે. જોકે, મુસાફરોની સંખ્યાની સરખામણીએ ટ્રેનની ઉપલબ્ધતા મર્યાદિત હોવાથી ખાસ કરીને તહેવારો દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. બીજી તરફ બાય રોડ મુસાફરી કરવી પડે તો સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હોવાથી મુસાફરો માટે મુશ્કેલી ઊભી થાય છે. આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગીરી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાઈ છે. આ ટ્રેનને કાયમી ધોરણે દોડાવવામાં આવે તેવી માગ મહારાષ્ટ્રિયન સમાજ કરી રહ્યો છે.

આજે સમાજના આગેવાનો દ્વારા કાલાઘોડા સ્થિત સાતી આસરા માતાજીના મંદિરે પૂજા કરી આંદોલનના શ્રીગણેશ કરાયા છે. આગેવાનોના જણાવ્યા મુજબ સમાજની બેઠક યોજીને ઠરાવ કરાશે. માગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે.

Share :

Leave a Comments