અલકાપુરીમાં બેઝમેન્ટમાંથી રૂપિયા 1.36 લાખની વિદેશી દારૂની 60 બોટલ મળી, આરોપી ફરાર

સારથી કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

MailVadodara.com - 60-bottles-of-foreign-liquor-worth-1-36-lakh-found-in-an-Alkapuri-basement-accused-absconding

- અન્ય બે કેસમાં 19 બિયર ટીન અને 8 દારૂની બોટલ મળી, બે આરોપી ઝડપાયા

અલકાપુરીના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી પોલીસે મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ૬૦ બોટલ કબજે કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આર.સી.દત્ત રોડ સારથી કોમ્પલેક્સના બેઝમેન્ટમાં સીડી નીચે કેવલ બામણીયા (રહે. વાસણા રોડ) વિદેશી દારૂની બોટલો મૂકી રાખી વેચાણ કરે છે. જેથી, પી.આઇ. જે.આર. ગામીતની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે કેવલ બામણીયાને કોલ કરતા તેણે એક વખત ફોન રિસિવ કર્યો હતો. ત્યારબાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે મેોંઘી બ્રાન્ડના દારૂની ૬૦ બોટલ કિંમત રૂપિયા ૧.૩૬ લાખની કબજે કરી છે. જ્યારે આરોપી કેવલ બામણીયાની શોધખોળ શરૂ કરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં પોલીસે બિયરના ૧૯ ટીન કિંમત રૂપિયા ૫,૩૫૦ સાથે આરોપી મથુર રાજારામભાઇ કહાર (રહે.સવાદ ક્વાટર્સ, હરણી રોડ) ને ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયર સૂરજની શોધખોળ શરૂ કરી છે. ત્રીજા બનાવમાં પોલીસે ન્યુ વી.આઇ.પી.રોડ આમ્રવિલા સોસાયટીમાં રહેતા સુમીત કાર્તિકભાઇ દાસને દારૂની ૮ બોટલ કિંમત રૂપિયા ૧,૬૦૦ સાથે ઝડપી પાડયો છે.  

Share :

Leave a Comments