વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરીને નુકસાન, પરિવારનો બચાવ

સુંદરમ આઇકોનની પાછળ આજે સવારે ઝૂંપડામાં આગ લાગી હતી

MailVadodara.com - Fire-breaks-out-in-hut-on-Waghodia-Road-damages-house-family-rescued

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આજે સવારે એક ઝૂંપડામાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વાઘોડિયા રોડ પર આવેલા સુંદરમ આઇકોનની પાછળ આજે સવારે ઝૂંપડામાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ વખતે શ્રમજીવી પરિવાર બહાર હોવાથી જાનહાની થઈ ન હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શ્રમજીવી પરિવાર બહાર નીકળી ગયું હોવાથી કોઈ તેમનો બચાવ થયો હતો. આગ લાગી છે કે, લગાડવામાં આવી છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments