- પરિવાર વાઘોડિયા રોડ પર હોટલમાં રોકાયો હતો, ગભરામણ બાદ સારવાર મળે તે પહેલા મોત
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ભાગ લેવા હૈદરાબાદથી આવેલ આધેડ રસ્તામાં ગભરામણ થવાથી સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો. આ અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ હૈદરાબાદ તેલંગાણાના મણિપુરી કોલોનીમાં રહેતા 53 વર્ષના જગજીવન વિષ્ણુમૂર્તિ નારીજુ વડોદરા નજીકની પારુલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભાગ લેવા માટે વડોદરા આવ્યા હતા. કાર્યક્રમ બાદ રાત્રે 12.30 વાગ્યે વાઘોડિયા બ્રિજ નજીક શક્તિ હોટલ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન તેમને અચાનક ગભરામણ થવા લાગી હતી. જેના કારણે તેમને પાણીગેટ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર થાય તે પહેલા જ દમ તોડી દીધો હતો.આ મામલે કપુરાઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે કપુરાઇ પોલીસે જણાવ્યું હતું કે, વિધાર્થીના વાલી ગત 15 તારીખે વાઘોડિયા રોડ પર આવેલ શક્તિ હોટેલ બુક કરી હતી. તેઓએ પારુલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં હાજરી અપાઈ પરિવાર સાથે હોટેલ પર આવ્યા હતા. ત્યાં તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા પાણીગેટ ખાતે ખાનગી હોસ્પીટલમાં લઈ જતા મૃત જાહેર કર્યા હતા. બાદમાં પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું પીએમ કરી હાલમાં મૃતદેહને અમદાવાદથી બાય પ્લેન મોકલવામાં આવી રહ્યો છે.


