વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વૃદ્ધ ટોયલેટમાં ઢળી પડ્યા, સારવાર પૂર્વે મોત

મૃતક કેદીની શ્વાસની બીમારીની સારવાર ચાલી રહી હતી, હાર્ટ એટેકની આશંકા

MailVadodara.com - Elderly-man-serving-life-sentence-in-Vadodara-Central-Jail-falls-into-toilet-dies-before-treatment

- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડાયો

- મૃતક કેદી ગોપાલભાઈ ઉર્ફે જનકભાઈ રતિલાલ શેઠ (ઉંમર 60 વર્ષ) કલોલ, પંચમહાલના વતની હતા

વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીનું ટોયલેટમાં ઢળી પડ્યા બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક કેદીની ઓળખ ગોપાલભાઈ ઉર્ફે જનકભાઈ રતિલાલ શેઠ (ઉંમર 60 વર્ષ) તરીકે થઈ છે. તેઓ કલોલ, પંચમહાલના વતની હતા. હાલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત સાંજે મૃતક વૃદ્ધ કેદી જેલના ટોઇલેટમાં કેદી અચાનક ઢળી પડ્યા હતા. તેમની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેઓને શ્વાસની બીમારી હતી અને હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતક કેદીની વર્ષ 2024થી શ્વાસની બીમારીથી પીડાતા હતા અને તેની સારવાર ચાલી રહી હતી. આ મામલે પરિવારને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

ઉલ્લેખનીય છે કે, મૃતક કેદી પર વર્ષ 2017માં પાવાગઢ પોલીસ મથકમાં આઈપીસી કલમ 302, 201, 120(બી) અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.આ ઘટના મામલે જેલ વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકશે.

Share :

Leave a Comments