ગણેશજીની મુર્તિ પર ઈંડા ફેંકવાના નિંદનીય બનાવની ઉંડાણપૂર્વક તપાસની માંગ

રાજકીય ષડયંત્રની શંકા વ્યક્ત કરતી વિશ્વામિત્રી બચાવ સમિતિની પોલીસ કમિશનરને રજુઆત

MailVadodara.com - Demand-for-in-depth-investigation-into-the-condemnable-incident-of-throwing-eggs-at-Ganesha-idol

વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે, ગણેશ ચતુર્થીના હિંદુ પાવન તહેવાર દરમ્યાન વડોદરાના પાણીગેટ વિસ્તાર પાસે મળસ્કે ૦૪.૦૦ કલાક ની આસપાસ જયારે માંજલપુર વિસ્તારના મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમા, જયારે પાણીગેટ વિસ્તારમાંથી લઇ જવાતી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો એ પ્રતિમા ઉપર ઇન્ડા ફેકેલા હતા. આ ઘટના ખુબ ધ્રુણાસ્પદ છે, તેમજ તે વિસ્તારના વેપારીઓ અને તમામ કોમ ના લોકો એ વખોડી નાખી છે અને આવા તત્વો ઉપર સખતમાં સખત પગલા લેવા આપને રજૂઆત પણ કરેલી છે.


સમાજ માં રીઢા ગુન્હેગારો લુટ ચલાવે, ચોરી કરે, હત્યા કરે, ઉચાપત કરે ત્યારે આવા ગુન્હા કરનાર ગુન્હેગારો, આવા ગુન્હા થકી કઈક મેળવવા કે પોતાના લાભ માટે કરતા હોય છે પરંતુ ગણેશજીની પ્રતિમા ઉપર ઇંડા ફેકવાથી, ગુન્હો કરનાર ને કોઈ આર્થિક લાભ કે ફાયદો મળતો હોય તેમ જણાતો નથી પણ હિંદુઓ ની ધાર્મિક લાગણી દુભાવવા નો ઈરાદો સ્પષ્ટ થાય છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હિંદુઓ ની ધાર્મિક લાગણી દુભાવવા થી લાભ કોને.....?  હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું કામ સોપી, દુભાયેલી હિંદુઓની ધાર્મિક લાગણી નો ફાયદો કોણ લઇ શકે ? અમો આ બાબતે આપને ઊંડાણ ભરી તપાસ કરવાની માંગ કરીએ છીએ.


ગણેશજી ની પ્રતિમા ઉપર ઇન્ડા નાખવા નું ગુન્હાહિત કૃત્ય કરનારને સૌથી પહેલા તો પોતે પકડાઈ જશે તેની ખાત્રી હોય છે અને ઝડપાઈ ગયા પછી પોલીસની સર્વિસ થી માંડી પ્રજા ના માર ની અને જીવ ના જોખમ ની જાણ પણ ગુન્હો કરનાર ને તો હોય છે જ ત્યારે આવી રીતે ગણેશજી ની પ્રતિમા ઉપર ઇન્ડા નાખવાથી ચોક્કસ મોટો લાભ અને પોતાની સલામતી માટે ની ખાતરી વગર કોઈ પણ ગુન્હેગાર આવું કૃત્ય કરે નહિ.  જેથી ગણેશજી ની પ્રતિમા ઉપર ઇન્ડા ફેકનાર ને લાભ પહોચાડનાર કે સલામતી ની તમામ ખાતરી આપનાર કોણ એ શોધવું ખુબ અગત્યનું છે.

વર્ષો વર્ષથી જોતા આવ્યા છીએ કે, જયારે પણ સ્થાનિક સ્વરાજની ચુંટણી આવે ત્યારે હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવવા ના ગુન્હા બને છે, ત્યારે શંકા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવી તેનો રાજકીય લાભ લેવા કેટલાક રાજકીય લોકો મોટી રકમની લેતીદેતી કરી કરાવતા હોવા ઉપર જાય છે.  ગણેશજી ની પ્રતિમા ઉપર ઇન્ડા નાંખવી, હિંદુઓ ની ધાર્મિક લાગણી દુભાવી, હિંદુ નાગરીકો ને અન્ય કોમ પ્રત્યે ધ્રુણા ઉભી કરી, પોતે હિંદુઓ ના મસીહા બનવાનો ઢોંગ કરી, પોતાનો રાજકીય રોટલો શેકવાનું ષડયંત્ર પણ હોઈ શકે.


ગણેશજી ની પ્રતિમા ઉપર ઊંડા નાખવાની ધ્રુણાસ્પદ ઘટના ના ઝડપાયેલા ગુન્હેગારો ના આર્થિક વ્યવહારો તપાસ કરી, મોબાઈલ કોલ ડીટેઇલ ની ઊંડાણ ભરી તપાસ કરી, ગુન્હેગારો ના તેમજ એમના કુટુંબીજનો ના રાજકીય જોડાણો અને સંબંધો ની તપાસ કરી, ગુન્હેગારો ના નારકો ટેસ્ટ કે લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવી, વધુ હ્યુમન ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી, ગુપ્તચર શાખા ને પણ સામેલ કરી, જરૂર પડે અમદાવાદ પોલીસ ના ક્રાઈમ બ્રાંચ ને તપાસ માં જોડી, વડોદરા ના નગરજનો ને દર પાંચ વર્ષે સર્જવામાં આવતા કોમી ભય ના વાતાવરણ માંથી મુક્ત કરાવશો તેવી અમારી માંગ છે.

Share :

Leave a Comments