રાવપુરા અમદાવાદી પોળ પાસે ગેરકાયદેસર હોર્ડિંગ દૂર કરવા વિશ્વામિત્રી બચાવ સમિતિની માંગ કરાઇ

વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીન દ્વારા આચારસંહિતા ભંગ મુદ્દે ફરિયાદ

MailVadodara.com - Demand-for-Vishwamitri-Rescue-Committee-to-remove-illegal-hoarding-near-Raopura-Ahmedabadi-Pol

- રોડ ખોદી હોર્ડિંગ લગાવવાનો આક્ષેપ, 10 દિવસથી કાર્યવાહી નહીં થતા જવાબદાર સામે કેસની માંગ

વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે અમો બિનરાજકીય વિશ્વામિત્રી બચાવો સમિતિ નામની સંસ્થા ના પ્રતિનિધિ છીએ. અમે કાયદો અને વ્યવસ્થા, ભારતીય બંધારણ અને નાગરીકો ના અધિકારો સાથે કાયદેસરની ચુંટણી પ્રક્રિયા માં પ્રજાહિત માં કામ કરતા આવેલા છીએ.


હાલ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ની સામાન્ય ચુંટણી ૨૦૨૬ ની પ્રક્રિયા ચાલી રહી છે અને આદર્શ આચાર સંહિતા અમલ માં છે ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવણી માટે ના ગૃહમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી છાસવારે વડોદરા માં રાજકીય કાર્યક્રમ માં આવે છે ત્યારે એ જ અરસામાં કોંગ્રેસ ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરાલા માં ગુજરાતીઓ ને અભણ કહેતા કોઈ ચોક્કસ અભણ એ મલ્લિકાર્જુન ખડગે નું વિધાન તેમને પોતાને અનુલક્ષી ને જ કહ્યું હોય તેમ વ્યતીત થઇ ને આદર્શ આચાર સંહિતા નો ભંગ કરી પોતાની સાક્ષરતા ના દર્શન કરાવતું એક હોર્ડિંગ બોર્ડ અમદાવાદી પોળ, રાવપુરા પાસે રોડ ની વચ્ચે વચ્ચ ખાડા ખોદી, રોડ તોડી, લોકો ને નડે અને ઈજા પહોચે તેવું હોર્ડિંગ બોર્ડ મારી દીધું છે.  મલ્લિકાર્જુન ખડગે એ જાણે તેમને જાણતા હોય, અને તેવું પણ જાણતા હોય કે આ અભણ છે અને સીધા તેમને ઉદ્દેશી ને જ કેરાલા માં જાહેર વક્તવ્ય માં કહ્યું હોય તેમ પોતાને માથે લઇ તો લીધું પણ મલ્લિકાર્જુન ખડગે ને સાચા પુરવાર કરતુ ગેરકાયદેસર કાર્ય કરી ને રોડ વચ્ચે હોર્ડિંગ બોર્ડ મારી દીધું.  વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના કાયદાઓ મુજબ હોર્ડિંગ લગાવવા માટે પરવાનગી લેવાની હોય અને હોર્ડિંગ માટે રૂપિયા ભરવાના હોય છે. રોડ રસ્તા ઉપર નડે તેવા અને રોડ ખોદી ને ખાડા પાડી ને હોર્ડિંગ લગાવવાની મંજુરી અપાતી નથી. ૧૦ દિવસ થી ગેરકાયદેસરનું હોર્ડિંગ હોવા છતાય મ્યુનીસીપલ કમિશ્નર કે આંખ આડા કાન કરે છે...?

છાસવારે વડોદરા આવતા ગુજરાતના નાયબ મુખ્યમત્રી કે જેઓ રાજ્ય ના ગૃહ મંત્રી પણ છે છતાય તેઓ પણ મલ્લિકાર્જુન ખડગે ના વિધાન થી ઉશ્કેરાયા નથી અને કોઈ ચુંટણી ના કાયદા નો ભંગ કરી ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ માર્યા નથી.


આદર્શ આચાર સંહિતા ભંગ કરતુ ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ ને આજે ૧૦ દિવસ થવા આવેલા છે, અને આ વિવાદિત હોર્ડિંગ બોર્ડ ના ફોટા સાથે સમાચારો નો બહોળો પ્રચાર પ્રસાર પણ થયેલો છે જેથી મોટાભાગના વડોદરા ના નગરજનો જાણે છે માત્ર જીલ્લા ચુંટણી અધિકારી (કલેક્ટરશ્રી, વડોદરા) અને મ્યુનીસીપલ કમીશ્નરશ્રી, વડોદરા જાણે જાણતાજ નાં હોય તેવું વર્તન કરી આદર્શ આચાર સંહિતા નો ભંગ સતત થવા દઈ રહેલા છે.

અમો કોઈ રાજકીય પક્ષ નથી, રાજકીય પક્ષ ના સભ્ય નથી કે રાજકીય પક્ષ ના સમર્થક પણ નથી છતાય અમો નિષ્પક્ષપાત ચુંટણી અને તમામ ને સમાન ગણવાના નાગરીકો ના બંધારણીય અધિકાર ને બરકરાર રાખવા આ સાથે ફરિયાદ કરી સદર અમદાવાદી પોળ પાસે લાગેલું હોર્ડિંગ બોર્ડ દુર કરવા અને લગાવનાર ઉપર આચારસંહિતા ભંગ નો કેસ દાખલ કરવા માંગ કરીએ છીએ.

Share :

Leave a Comments