ફાયર વિભાગમાં કૌભાંડોની વણઝાર વચ્ચે ACBની તપાસની માંગ

વિશ્વામિત્રી બચાવ સમિતિએ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ કાર્યવાહી કરવા પત્ર લખ્યો

MailVadodara.com - Demand-for-ACB-investigation-amid-spate-of-scams-in-the-fire-department

વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના ફાયર વિભાગ દ્વારા ખુબ મોટો ભ્રષ્ટાચાર કરાતો હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પહેલા હિતેશ તાપરિયા ઉપર અવૈધિક સંપત્તિ એકત્રિત કરેલ હોવાની વિગતો મેળવી ને કાર્યવાહી કરેલ હોવાનું આપની જાણ માં જ હશે.

વડોદરા કોર્પોરેશન ના પૂર્વ સસ્પેન્ડેડ ઇન્ચાર ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે અપ્રમાણસર મિલકત કે અવૈધિક સપત્તી ની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમોએ તા.૦૧/૧૦/૨૦૨૪ ના લેખિત પત્ર થી માંગ કરેલી હતી. એસીબી એ કેસ કરેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસર હિતેશ તાપરિયા ઉપર કેટલી અને શું કાર્યવાહી થઇ તે રહસ્યમય છે અને એવીજ રીતે અમોએ કરેલી તા.૦૧/૧૦/૨૦૨૪ ના કરેલી ફરિયાદ ની બાબતે પણ એસીબી એ શું કાર્યવાહી કરી તે બાબતે પણ અમોને કોઈ જાણકારી અપાઈ નથી.


રાજકોટ ગેમઝોન દુર્ઘટના માં અંદાજે ૩૩ નિર્દોષ ભૂજાઇ ગયા બાદ થયેલી નામદાર ગુજરાત હાઈકોર્ટ માં સુઓમોટો પીટીશન જેમાં બાંધકામ પરવાનગી વિભાગ દ્વારા વગર બિલ્ડીંગ યુઝ પરવાનગી એ વાપરવા દેવાતા બિલ્ડીંગ અને ફાયર વિભાગ દ્વારા ફાયર એન.ઓ.સી. વગર વપરાતા બિલ્ડીંગ સામે સવાલ ઉભો થતા, દશકાઓ થી ચાલતી વડોદરા કોર્પોરેશન ની ખંડેરાવ માર્કેટ ખાતેની પૌરાણિક કચેરી માં પણ ફાયર સેફટી ના ખુબ ખર્ચાળ સાધનો લગાવવા પડેલા હતા.

આવીજ રીતે વડોદરા કોર્પોરેશન ના ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેર માં આવેલી અંદાજે ૪૦૦ થી વધારે શાળાઓ ને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી અને તાત્કાલિક ફાયર સેફટી ઇક્વિપમેન્ટ લગાવી, ફાયર ની એન.ઓ.સી. મેળવવાની નોટીસ આપી હતી.વર્ષોથી શાળા ચલાવતા સંચાલકો મુજવણ માં આવી ગયેલા અને તમામ શાળા સંચાલકો ની સમિતિએ એ ભેગા મળી સરળ રસ્તો શોધતા તે સમયના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ ભ્રહ્મભટ્ટ ને મળતા, એમને સોલ્યુશન લાવવા માટે પ્રપોઝલ આપેલ કે સૌથી પહેલા દરેક શાળા સંચાલકએ શાળા ના બિલ્ડીંગ માં ફાયર ફાઈટીંગ ઇક્વિપમેન્ટ લગાવી દેવાના અને તે ઇક્વિપમેન્ટ્સ ખરીદીને ઈન્સ્ટોલેશન કરવાનો કોન્ટ્રાકટ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ જણાવે તે કંપની ને જ અપાશે તો ફાયર એન.ઓ.સી. કોઈ પણ જાત ના વાંધો લીધા વગર મળશે.  વડોદરા માં આવેલી ૪૦૦ જેટલી શાળા સંચાલકો એ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ ભ્રહ્મભટ્ટ દ્વારા સુચવેલી કંપની પાસે થી પ્રત્યેક શાળા દીઠ એવરેજ અંદાજે રૂ.૧૦ લાખ ખર્ચી ને ફાયર સેફટી ઇક્વિપમેન્ટ ખરીદી, લગાવેલા.  ચોક્કસ કંપની પાસે થી જ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ ખરીદી ને લગાવવા નો આગ્રહ એટલે રખાયેલો કે જે તે કંપની સાથે ૨૦% કમીશન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ને મળે. મેળવેલા કમીશનનો અંદાજ મારીએ તો લગભગ રૂપિયા દશ થી પંદર કરોડ થાય.

આ બાદ વડોદરા કોર્પોરેશન ના હાલ સસ્પેન્ડેડ તે વખત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે તમામ શાળા ના સંચાલકો સાથે મળી પ્રત્યેક શાળા દીઠ રૂ.૭૦.૦૦૦/- ફાયર એન.ઓ.સી. આપવા માટે નક્કી કરેલા અને તે મુજબ લીધા. સરવાળો ગુણાકાર કરીએ તો અંદાજે રૂપિયા ચાર કરોડ માત્ર ફાયર એન.ઓ.સી. નું કાગળ આપવાના લેવાયેલા.

આમ રાજકોટ ગેમઝોન માં આગ લાગી, ૩૩ જેટલા નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા, નામદાર હાઈકોર્ટ એ સુઓમોટો પીટીશન માં ફાયર એન.ઓ.સી. વગર બિલ્ડીંગ યુઝ કરવા દેવા સામે વાંધો જણાવ્યો અને વડોદરા કોર્પોરેશન ના સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરી મેળવવા માટેનું ભાગ્ય ખુલી ગયું.

આ શાળાઓ ને આપેલા ફાયર એન.ઓ.સી. ને હાલ ત્રણ વર્ષ થતા રીન્યુવાલ કરવાનું આવ્યું ત્યારે ગત મહીને દરેક ફાયર એન.ઓ.સી. આપેલ શાળા પાસે થી રૂ.૨૫,૦૦૦/- ફાયર એન.ઓ.સી. રીન્યુવાલ કરવાના લેવાયા, જે અંદાજે સવા કરોડ રૂપિયા થાય છે.

ઉપરોક્ત જણાવેલી તમામ વિગતો અમોએ એકત્રિત કરેલી છે, પરંતુ અમો આપને જણાવેલી બાબતો ની ઈન્વેસ્ટીગેટીવ તપાસ કરી, જરૂર પડે ગુજરાત સરકાર ના ગુપ્તચર વિભાગ નો સહકાર મેળવી, ફાયર સેફટી ના સાધનો લગાવનાર શાળા ઓ પાસે થી જણાવેલી ચોક્કસ એજન્સીઓ ના બીલો મેળવી, ફાયર સેફટી ના સાધનો લગાવનાર કોન્ટ્રાકટર દ્વારા ૨૦% જેટલા ચૂકવાયેલા ભ્રષ્ટાચારી નાણા ની એન્ટ્રીઓ શોધખોળ કરી, આવા ૨૦% લાંચ ના રૂપિયા ચુકવનાર કોન્ટ્રાકટારો ના હિસાબો અંગે ઇન્કમટેક્ષ વિભાગ ને તપાસ માં સામેલ કરી, જે તે સમયના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની અવૈધિક સંપત્તિ ના પુરાવા મેળવી તેમની સાથે સંપર્ક ધરાવતા અને રાજકીય છત્રછાયા આપનારા રાજકીય પદાધિકારીઓ ની તપાસ કરી, આ તમામ ઉપર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ સાથે ફરિયાદ છે.

Share :

Leave a Comments