કાલે 7 ફેબ્રુઆરીએ વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી, 25 કિમી પટને 10 ઝોનમાં વહેંચાશે

MS યુનિવર્સિટી, વન વિભાગ અને NGOના સંયુક્ત ઉપક્રમે દિવસ-રાત્રે સાઇન્ટિફિક મેથડથી સર્વે

MailVadodara.com - Crocodile-count-in-Vishwamitri-river-tomorrow-February-7-25-km-stretch-will-be-divided-into-10-zones

- વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની વસ્તી જાણવા માટે આવતીકાલે 7 ફેબ્રુઆરીએ દિવસ અને રાત્રે એમ બે તબક્કામાં ગણતરી હાથ ધરાશે

- અન્ય પ્રાણીઓનું પણ ડોક્યુમેન્ટેશન કરાશે, દરેક ઝોનમાં વન વિભાગમાંથી એક માણસ હશે

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી આવતીકાલે 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગ દ્વારા આ ગણતરી કરવામાં આવશે. જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને NGOના વોલિન્ટિયર પણ કામગીરીમાં જોડાયા છે.


7 ફેબ્રુઆરીની સવારે 9થી 11 વાગ્યા દરમિયાન ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન ગણતરી કરવામાં આવશે. દિવસે ડાયરેક્ટ સાઈટીંગની મેથડ ગણતરી કરવામાં આવશે. આજે રાત્રે ટોર્ચ મારીને મગરોની આંખો ચમકતી દેખાય તે રીતે ઓળખ કરીને ગણતરી કરવામાં આવશે. મગરની ગણતરી માટે વડોદરા શહેરના વિશ્વામિત્રીના 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.

MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રો. ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું હતું કે, મગર વિશ્વામિત્રી નદીમાં ખૂબ જ મહત્વનું પ્રાણી છે. એ શિડ્યુલ - 1માં આવતું પ્રાણી છે. મગરની ગણતરી કરવા માટે વન વિભાગમાંથી મંજૂરી લેવામાં આવી છે. MS યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે શનિવારે મગરની ગણતરી થવાની છે. આજે શુક્રવારે સાંજે ઓરિએન્ટેશન રાખવામાં આવશે. જેમાં મગરની વસ્તી ગણતરી માટે વોલિન્ટિયરને માહિતી આપવામાં આવશે. શિયાળાનો સમય એ મગરની ગણતરી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ગણતરી દિવસે અને રાત્રે એમ બે વખત કરવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે મગરોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી. એ વખતે મગરને સુરક્ષિત રાખીને કામગીરી કરાઈ હતી. એ કામગીરીમાં હું પણ જોડાયો હતો. વિશ્વામિત્રીની કામગીરી બાદ મગરની જગ્યાની પસંદગીમાં કોઈ ફેરફાર થયા છે કે નહીં, મગરની સંખ્યા હાલ કેટલી છે, કઈ જગ્યાએ એનો વસવાટ છે. નદીને પહોળી કર્યા બાદ તેની જગ્યામાં કોઈ ફેરફાર થયા છે કે નહીં, એનો આ સ્ટડીમાં સમાવેશ કરવામાં આવશે. મગરની વસ્તી વધી છે કે ઘટી છે એ એમાં મોટો ફેરફાર નહીં આવે, પરંતુ તેની મગરોની ઓવરઓલ હેબિટાટ કેવી છે, આ ઉપરાંત મગર સિવાય અન્ય પ્રાણી જોવા મળશે તો તેનું પણ ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે.

તેઓએ કહ્યું હતું કે, વડોદરા શહેરના દેણાથી મળીને તલસટ સુધીના વિશ્વામિત્રી નદીમાં 10 ઝોનમાં મગારોની વસ્તી ગણતરી કરવામાં આવશે. એટલે કે, વિશ્વામિત્રી નદીનો જેટલો ભાગ શહેરમાંથી પસાર થાય ત્યાં જ ગણતરી કરવામાં આવશે. દરેક ઝોનમાં વન વિભાગમાંથી એક માણસ હશે, એક એનજીઓ હશે, આ ઉપરાંત દરેક ઝોનમાં અમારા બે થી ત્રણ સ્ટુડન્ટ વોલેન્ટિયર હશે. કુલ 30 જેટલા સ્ટુડન્ટ વોલેન્ટિયર, 10 એનજીઓ અને 10 વન વિભાગના કર્મીઓ હશે. આ લોકો મળીને 10 ઝોનની ગણતરી કરશે.

તેઓએ ઉમેર્યું હતું કે, દિવસની ગણતરીમાં મગર સ્પષ્ટ રીતે દેખાય છે, કેટલા દિવસની ગણતરી પ્રમાણમાં સહેલી રહેશે. દરેક ટીમને એક ફોર્મ આપવામાં આવશે જેમાં મગરના હેડથી ટેલ સુધી લંબાઈ કેટલી છે, એટલે આશરે મગરની લંબાઈ કેટલી છે તે ફોર્મમાં ભરવાનું રહેશે.

તેઓએ કહ્યું હતું કે, રાત્રિના સમયે દરેક ટીમ પાસે સ્પોર્ટ લાઈટ અને ટોર્ચ હશે. આ ઉપરાંત દરેક વ્યક્તિ પાસે એક એક ડંડો હશે. સાથે સાથે દરેક ટીમમાં એક એક ટ્રેઈન ગાર્ડ હશે. મગરની આંખો ફાયર રેડ સાઇન થાય છે, મગરની આંખમાં ટોર્ચ મારતા જ ફાયર રેડ સાઇન થશે. એટલે ખબર પડી જશે કે તે મગર છે. આ પ્રકારની ફાયર રેડ સાઇન બીજા કોઈ પ્રાણીમાં જોવા મળતી નથી.

ઉલ્લેખનીય છે કે, ગીર ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરો નોંધવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ વચ્ચે 103 મગરો દેખાયા હતા. ત્યારબાદ અકોટા બ્રિજથી મુજમહુડા વચ્ચે 55 મગરો દેખાયા હતા. આ ઉપરાંત વડસરથી કલાલી વચ્ચે 48 મગરો જોવા મળ્યા હતા.

Share :

Leave a Comments