- મનોચિકિત્સક સિનિયર તબીબ ડો. ચિરાગ બારોટે પોતાની પત્નીને છુટ્ટાછેડા આપી પીડિતાને લગ્ન કરવાના વાયદા કર્યા હતા, અન્ય કોઈની સાથે સંબંધ ન રાખવા દબાણ કર્યું
- સમય વિતતો ગયો પરંતુ પીડિતાને કરેલા વાયદા ડોકટરે પૂર્ણ ન કર્યા, વર્ષ 2008થી ડો.ચિરાગ બારોટ પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી શારીરીક સંબંધ બાંધતો હતો
વડોદરાની સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા સિનિયર તબીબ ડો. ચિરાગ બારોટ સામે એક મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી પોતે પરણિત છે, જ્યારે પીડિતા ડિવોર્સી છે. પોલીસે આ મામલે તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પીડિતા તબીબે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડો. ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ ચિરાગ બારોટે પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાના વાયદા કર્યા હતા અને શારીરિક સંબંધો બાંધ્યા હતા.
વડોદરાની સર સયાજી હોસ્પિટલમાં 54 વર્ષીય સિનિયર તબીબ ડો. ચિરાગ બારોટ પરણિત છે. તેઓ લાંબા સમયથી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે.આ સાથે તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને લેકચર પણ આપે છે. વર્ષ 2008માં તેઓ એક કાર્યક્રમ દરમિયાન પીડિત મહિલા તબીબના સંપર્કમાં આવતા બન્નેએ મોબાઇલ નંબરની આપ લે કરી હતી.
ડો. ચિરાગ બારોટ અને મહિલા સંપર્કમાં આવ્યા બાદ બન્ને વચ્ચે ધીમે ધીમે નિકટતા વધી હતી, ત્યારબાદ વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. પીડિત મહિલા તબીબના વર્ષ 2010માં તેમના પતિ સાથે છુટ્ટાછેડા થયા હતા. બાદમાં ડો.ચિરાગ બારોટ અને પીડિતા વચ્ચે નિકટતા વધી હતી. તેઓ વારંવાર મળતા હતા. તબીબ પોતે પરિણિત હોવા છતા પોતાની પત્નીને છુટ્ટાછેડા આપી પીડિતાને લગ્ન કરવાના વાયદા કરતા હતા. સમય વિતતો ગયો પરંતુ પીડિતાને કરેલા વાયદા ડોકટરે પૂર્ણ ન કર્યા અને અન્ય કોઇની સાથે સંબંધ ન રાખવા માટે પણ દબાણ કરતો હતો. વર્ષ 2008થી ડો.ચિરાગ બારોટ પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી શારીરીક સંબંધ બાંધતો રહ્યો હતો.
આ મામલે મહિલાએ આખરે તબીબના શારીરીક ત્રાસથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે આ મામલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ચિરાગ બારોટ સામે દુષકર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


