સમા કેનાલમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ચાર દિવસ બાદ ભીમપુરા કેનાલમાંથી મળી આવ્યો

ધૂળેટીના દિવસે યુવક મિત્ર સાથે સમા કેનાલમાં નાહવા ગયો હતો

MailVadodara.com - Body-of-youth-who-drowned-in-Sama-Canal-found-in-Bhimpura-Canal-after-four-days

સમા કેનાલમાં ધૂળેટીને દિવસે ડૂબેલા યુવકનો આજે ચોથે દિવસે સાંજે ભીમપુરા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

ધૂળેટીને દિવસે મિત્ર સાથે સમા લીલેરિયા પાછળની કેનાલમાં નાહવા ગયેલો અજય શર્મા (રહે. પ્રાગજી નગર, સમા)ના મિત્રનો બચાવ થયો હતો. અજયને શોધવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ટીમો કામે લાગી હતી.જ્યારે આજે એસડીઆરએફની પણ ટીમ કેનાલમાં ઉતરી હતી.આ દરમિયાન સાંજે ભીમપુરા ખાતે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share :

Leave a Comments