અલકાપુરી રેલવે ગરનાળા પાસેથી 35 વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

પોલીસની તપાસમાં મૃતક યુવક ભિક્ષુક હોવાનું બહાર આવ્યું

MailVadodara.com - Body-of-35-year-old-unidentified-youth-found-near-Alkapuri-railway-station

- સયાજીગંજ પોલીસે યુવકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી

વડોદરાના અલકાપુરી રેલવે ગરનાળા પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવકની ઓળખ કરવાની દિશામાં હાથ ધરી છે.

વડોદરા શહેરના અલકાપુરી રેલવે ગરનાળા પાસેથી અંદાજે 35 વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જેને પગલે સયાજીગંજ પોલીસ દોડી ગઈ હતી. પોલીસની તપાસમાં આ યુવક ભિક્ષુક હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments