કરજણ ડેમના પાંચ દરવાજા 2.60 મીટર સુધી ખોલી અંદાજે 43,110 ક્યુસેક પાણી છોડાયું

ભારે વરસાદને પગલે ચાણોદ ખાતેથી પસાર થતી નર્મદા નવા નીર આવ્યા

MailVadodara.com - Approximately-43110-cusecs-of-water-were-released-from-the-Karjan-Dam-by-opening-five-gates-up-to-2-60-meters

- ચાલુ ચોમાસા દરમિયાન બીજી વખત નર્મદા બે કાંઠે વહેતા ચાંદોદના ઘાટો પર મનમોહક દૃશ્યો સર્જાયા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટ્યા


ભારે વરસાદને પગલે ચાણોદ ખાતેથી પસાર થતી નર્મદા નવા નીર આવ્યા છે. નદીના આ મનોહર દૃશ્યો નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમના પાંચ દરવાજા 2.60 મીટર સુધી ખોલી અંદાજે 43,110 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.


તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે કરજણ ડેમમાંથી પાણી છોડાતા લાંબા સમયથી સૂકીભટ્ટ બનેલી નર્મદા નદીમાં ફરી નવા પ્રાણ પુરાયા છે. કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા 2.60 મીટર સુધી ખોલી અંદાજે 43,110 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. તેના કારણે નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે અને નર્મદા ફરી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.


ચાલુ ચોમાસા દરમિયાન બીજી વખત નર્મદા બે કાંઠે વહેતા ચાંદોદના ઘાટો પર આકર્ષક અને મનમોહક દૃશ્યો સર્જાયા છે. નર્મદાનું ભવ્ય સ્વરૂપ નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સ્થાનિકો તેમજ પ્રવાસીઓ ચાંદોદ તરફ ઉમટી રહ્યા છે.


નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા પવિત્ર તીર્થધામ ચાંદોદમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન, પવિત્ર સ્નાન અને વિવિધ ધાર્મિક વિધિઓ માટે આવે છે. નર્મદાના વહેતા જળથી ઘાટો પર ફરી ભક્તિમય માહોલ સર્જાયો છે. સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને નર્મદાના વહેતા નીરના દર્શન તેમજ ધાર્મિક આસ્થાનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર સતત વધી રહી છે.


Share :

Leave a Comments