ઉંડેરા ગામનું તળાવ ઓવરફ્લો થતાં માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં, ગ્રામજનોમાં ભારે રોષ

દર ચોમાસે ઉંડેરાની એ જ સમસ્યા, આશ્વાસન મળ્યું, ઉકેલ હજુ અધૂરો

MailVadodara.com - As-Undera-Lake-overflowed-water-inundated-roads-and-low-lying-areas-sparking-intense-anger-among-villagers

- રજૂઆતો છતાં ઉકેલ નહીં, માર્ગો પર પાણી ભરાતાં અવરજવરમાં મુશ્કેલી, કાયમી નિકાલની માંગ

વડોદરા શહેરને અડીને આવેલા ઉંડેરા ગામનું તળાવ ફરી એક વખત ઓવરફ્લો થતાં આસપાસના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. દર ચોમાસામાં સર્જાતી આ સમસ્યા આ વર્ષે પણ યથાવત રહેતાં ગ્રામજનોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે.

ઉંડેરા તળાવ ફરી છલકાયું, માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા: રજૂઆત છતાં ઉકેલ નહીં

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઉનાળા દરમિયાન જ તળાવમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી સમયસર પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓ સ્થળની મુલાકાત લઈને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપતા હતા, પરંતુ તેના બાદ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટેની જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી નથી. પરિણામે ચોમાસામાં પડેલા વરસાદ બાદ તળાવ ફરી ઓવરફ્લો થયું અને પાણી મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું. જેના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અને મિલકતોને નુકસાન થવાની પણ ભીતિ ઉભી થઈ છે.

ગ્રામજનોએ જણાવ્યું કે દર વર્ષે એક જ સમસ્યાનો સામનો કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.

Share :

Leave a Comments