બાજવા બ્રિજ નીચે રેલવે ટ્રેકને ઓળંગવા જતા ટ્રેનની અડફેટે આવેલા અજાણ્યા યુવાનનું મોત

વિશ્વામિત્રી-મકરપુરા સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે 32 વર્ષના યુવકનું મોત

MailVadodara.com - An-unidentified-youth-died-after-being-hit-by-a-train-while-crossing-the-railway-tracks-under-Bajwa-Bridge

ટ્રેનની અડફેટે આવી જતા બે યુવાનોના મોત થયા છે. જે પૈકી એક યુવકની ઓળખ હજી થઇ નથી.

માંજલપુર તુલસીધામ પાસે એસ.એસ. નગરમાં રહેતો ૩૨ વર્ષનો દીપક માતાપ્રસાદ ચૌધરી ટેમ્પો ચલાવે છે. ગઇકાલે વિશ્વામિત્રી અને મકરપુરાની વચ્ચે ટ્રેનની અડફેટે આવી જતા તેને માથા, ખભા અને કમરના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું છે. દીપક રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યો હતો. રેલવે ટ્રેક પાસે તે કયા કારણસર ગયો હતો, તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં ગઇકાલે મોડીરાતે પોણા અગિયાર વાગ્યે બાજવા બ્રિજ નીચે વડોદરાથી અમદાવાદ તરફ જતા રેલવે ટ્રેકને ઓળંગવા જતા ટ્રેનની અડફેટે આવી ગયેલા અજાણ્યા યુવાનનું મોત થયું હતું. તેની ઓળખ મેળવવા માટે જવાહર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments