GSTમાં ઘટાડા બાદ વડોદરામાં દશેરા પર્વેને લઈ વાહનોની ખરીદી 100 કરોડને પાર, સવારથી શો રૂમ પર ભારે ધસારો

હાલમાં નવરાત્રી પર્વને લઈ ફોરવીલરનું વાહનનું વેચાણ વધ્યું, સાથે GSTમાં થયેલ ઘટાડો પણ લોકોને ફળ્યો

MailVadodara.com - After-the-reduction-in-GST-vehicle-purchases-in-Vadodara-for-Dussehra-festival-crossed-100-crores

- આરટીઓ વિભાગ દ્વારા મળેલ આંકડા મુજબ 5500 ટુ વ્હીલર વાહનો, 2000 ફોર વ્હીલર વાહનો, 500 થ્રી વ્હીલર વાહનો અને અન્ય 300 વાહનો મળી 10 દિવસના અંદાજિત 100 કરોડથી વધુના વાહનો વડોદરા વાસીઓએ ખરીધ્યા!


આજે દશેરાના તહેવારના દિવસે ઘણા લોકો વાહનોની ખરીદી કરતાં હોય છે અને તે દિવસે ડિલિવરી મળે તેવું પણ ઇચ્છતા હોય છે. વડોદરામાં આ દિવસનું ખાસ મહત્વ છે અને આ દિવસે વ્હીકલ્સની ખરીદી પણ સારી રહે છે. આજે વિજયા દશમીના દિવસે 2000થી વધુ કાર અને 5500 થી વધુ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે 500 થી વધુ ટુ વ્હીલર અને અન્ય વાહનોનું વેચાણ થયું છે જે ગત વર્ષ કરતા વધુ છે. વડોદરામાં નવરાત્રી પર્વ દરમ્યાન 100 કરોડથી વધુના વાહનોનું વેચાણ થયું છે.

આ અંગે શો રૂમના મેનેજર પ્રિયેશ ભટ્ટે જણાવ્યું હતું કે, હાલમાં નવરાત્રી પર્વને લઈ ફોરવીલરનું વાહનનું વેચાણ વધ્યું છે. સાથે જ જીએસટીમાં જે રીતે 28 ટકાના 18 ટકા થયા છે, જેના કારણે કોઈપણ ગાડી હોય તેમાં એક લાખથી વધુનું ડિસ્કાઉન્ટ થયું છે તે જ સૌથી મોટી ગિફ્ટ છે. આ સાથે જ કંપની તરફથી પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે.


વધુમાં કહ્યું કે, હાલમાં જે લોકોએ ગાડી ખરીદવી છે તે લોકો માટે ખૂબ જ મોટો લાભ છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે 25 ટકા જેટલો વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે દશેરાનો પર્વ છે ત્યારે પણ ખૂબ સારું બુકિંગ થઈ રહ્યું છે અને ગ્રાહકો આવી રહે છે, જીએસટીનો લાભ ખૂબ સારું થયું છે. ગત વર્ષે દિવાળી નવરાત્રીમાં 60 ગાડીઓ વેચાતી હતી, પરંતુ આ વર્ષે અમારો લખ્યાં છે કે 100 ગાડી ઉપર વેચાશે.


વડોદરા આરટીઓ વિભાગ દ્વારા મળેલ આંકડા મુજબ 5500 ટુ વ્હીલર વાહનો, 2000 ફોર વ્હીલર વાહનો, 500 થ્રી વ્હીલર વાહનો અને અન્ય 300 વાહનો મળી છેલ્લા 10 દિવસના અંદાજિત 100 કરોડથી વધુના વાહનો વડોદરા વાસીઓએ ખરીધ્યા છે. હાલમાં પેટ્રોલના ભાવ વધુ છે સાથે શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા છતાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ખરીદીમાં વડોદરા વાસીઓની હરોળ લાગી છે.

Share :

Leave a Comments