કિશનવાડીમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ

સુદામાપુરી ઝૂંપડપટ્ટીમાં રહેતો 35 વર્ષીય યુવક છૂટક મજૂર કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો

MailVadodara.com - A-young-man-living-in-Kishanwadi-committed-suicide-for-unknown-reasons-leaving-the-family-in-mourning

- પરિવારના સભ્યો ખંભાત ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતાં, આ દરમિયાન રવિ એકલો ઘરે રહ્યો હતો, સાંજે સંબંધી ટિફિન આપવા ગયા ત્યારે યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કિશનવાડીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો અને છૂટક મંજુરી કરતા યુવકે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવકનો પરિવાર ખંભાત લગ્નમાં ગયો હતો, ત્યારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ સુદામાપુરી ઝૂંપડપટ્ટીમાં રહેતા 35 વર્ષીય યુવક છૂટક મજૂર કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા રવિ કાંતિભાઈ ચુનારે ગતરાત્રે દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કયાં કારણોસર યુવકે આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારના સભ્યો ખંભાત ખાતે સંબંધીના લગ્નપ્રસંગમાં ગયા હતાં. આ દરમિયાન રવિ એકલો ઘરે રહ્યો હતો. સવારે સંબંધી ટિફિન આપવા ઘરે પહોંચ્યા ત્યારે તેને ઝૂંપડીમાં હતો અને ભોજન લીધું હતું પરંતુ સાંજે ફરી સંબંધી ટિફિન આપવા ગયા ત્યારે આ યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો.

આ બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાથમિક તપાસમાં આ યુવક અપરણિત હોવાનું તેમજ છૂટક વેપાર-મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments