ગોવાથી ફાલના જતી શ્રી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી ગઠીયો 15 લાખના દાગીના ભરેલું બોક્સ ચોરી ફરાર

ચાલુ ટ્રેનમાં લેડીઝ પર્સમાંથી ચોરી, વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ

MailVadodara.com - A-thief-stole-a-box-containing-jewelry-worth-15-lakh-from-the-Sri-Ganganagar-Express-train-bound-for-Falna-from-Goa-and-fled

- ફાલના સ્ટેશન પર ઉતરીને લેડીઝ પર્સ તપાસતા બે સોનાના મંગળસૂત્ર, એક હીરાજડિત મંગળસૂત્ર, ચાર સોનાના કડા, બે સોનાની વીંટી અને એક ચાંદીની વીંટી સહિત અંદાજે 80 ગ્રામ દાગીના રૂ.15 લાખની મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું

ગોવાના મડગાંવથી રાજસ્થાનના ફાલના જઈ રહેલા પરિવાર ટ્રેનમાં ઊંઘી ગયો હતો, ત્યારે ગઠિયો લેડીઝ પર્સમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ભરેલું બોક્સ ચોરી કરીને ભાગી ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ફાલના પહોંચી ગયા હતા, ત્યારે તેમના પર્સમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોવાના મડગાંવથી ફાલના જતી ટ્રેન શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં અરુણકુમાર માલવિયા પરિવાર સાથે એસી-2 ટાયર કોચ A-1માં મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના સમયે પરિવારના સભ્યો ઊંઘી ગયા હતા અને લેડીઝ પર્સ બારી પાસેની સીટ પર રાખવામાં આવ્યુ હતુ. સવારે અમદાવાદ સ્ટેશન પસાર થયા બાદ પરિવાર જાગી ગયો હતો.

ફાલના સ્ટેશન પર ઉતરીને લેડીઝ પર્સ તપાસતા બે સોનાના મંગળસૂત્ર, એક હીરાજડિત મંગળસૂત્ર, ચાર સોનાના કડા, બે સોનાની વીંટી અને એક ચાંદીની વીંટી સહિત અંદાજે 80 ગ્રામ દાગીના રૂ.15 લાખની મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. અમદાવાદ પહોંચતા પહેલાં ચોરી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments