ફાજલપુર ટોલનાકા પાસે કારમાં અચાનક આગ લાગતા ભડભડ સળગી, પાંચ લોકોનો બચાવ

દિલ્હી-મુંબઈ હાઈવે ટોલનાકા પાસે સુરતથી ભાવનગર જતી કારમાં આગનો બનાવ બન્યો હતો

MailVadodara.com - A-car-suddenly-caught-fire-near-Fazlpur-Toll-Plaza-causing-a-huge-fire-five-people-were-rescued

- અચાનક ગાડીમાં આગ લગતા સમય સૂચકતા દાખવી કારમાં સવાર 5 લોકો ઉતરી જતા બચાવ થયો

- આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોત જોતામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ


વડોદરા નજીક આવેલા દિલ્હી-મુંબઈ હાઈવે ફાજલપુર ટોલનાકા પાસે નિશાન ટેરરોર ગાડીમાં અચાનક આગ લગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં સદ નસીબે પાંચ લોકોનો આબાદ બચાવ થયો છે. આગ અંગેનો કોલ મળતા ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.


ફાજલપુર ટોલ પ્લાઝા પાસે સુરતથી ભાવનગર તરફ જઈ રહેલ ગાડીમાં આ આગનો બનાવ બન્યો હતો. ગાડીમાં પાંચ લોકો સવાર હતા અને તેઓ સુરત તરફથી દિલ્હી મુંબઈ હાઈવે પર આવેલ ફાજલપુર ટોલનાકા પાસેથી પસાર થયા ત્યાં જ અચાનક ગાડીમાં આગ લગતા સમય સૂચકતા દાખવી નીચે ઉતરી ગયા હતા. જો કે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોત જોતામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.


આ ઘટના અંગે ટીપી તેર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિરણ બારીયાએ જણાવ્યું હતું કે, આ આ અંગેનો કોલ અમને મળતા તાત્કાલિક અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિસ્ટન્સ વધારે હોવાના કારણે થોડો સમય લાગ્યો હતો, ત્યાં સુધીમાં આગ મોટા ભાગની લાગી ગઈ હતી. અમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટના અંગે વાહન માલિક દ્રુવિલ ગુજરાતીએ જણાવ્યું હતું કે, અમે સુરતથી ગામડે ભાવનગર જઈ રહ્યા હતાં. દરમ્યાન અચાનક આગ લાગી હતી. આ આગ લગતા અમારી ગાડીઓમાં રહેલા તમામ સભ્યો ઉતરી પડ્યા હતા. કોઈ જાનહાનિ થઈ નથી. નંદેસરી પોલીસ મથકમાં આવ્યા છીએ પછી ટેક્સી કરીને જઈશું.

Share :

Leave a Comments