- વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસે માથું ઉચક્યું, મકરપુરાની 4 વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરામાં દાખલ કરાઇ, બાળકીના લોહીના નમૂના તપાસ માટે ગાંધીનગર મોકલાયા
પંચમહાલ અને દાહોદ જિલ્લામાં 'સેન્ડ ફ્લાય માખી'થી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે. આ શંકાસ્પદ 'સેન્ડ ફ્લાય માખી' (ચાંદીપુરા વાઇરસ)થી બીમારીનો ભોગ બનેલી ગોધરાની 8 વર્ષની બાળકીનું આજે સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના ICUમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે બાળકી સારવાર હેઠળ છે અને બંનેની હાલત ગંભીર હોવાનું તબીબ જણાવી રહ્યા છે. તો બીજી તરફ વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસે માથું ઉચક્યું છે. મકરપુરાની 4 વર્ષની બાળકીને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની બીમારી હેઠળ 8 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમના સારવાર દરમિયાન મોત થયા હતા. જેમાંથી 7 બાળકના ચાંદીપુરા વાઈરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ બાળકોના મોત મગજના તાવથી થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના નોડલ ઓફિસર ડો. આશ્રૃતિ કાચાએ જણાવ્યું હતું કે, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 3 બાળકોને સારવાર માટે પિડીયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ 3 બાળકો પૈકી એક 8 વર્ષની ગોધરાની બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકી સારવાર હેઠળ છે અને બંનેની હાલત ગંભીર છે. તો બીજી તરફ વડોદરાના મકરપુરાની એક 4 વર્ષની એક બાળકીને શંકાસ્પદ ચાંદીપુરામાં દાખલ કરવામાં આવી છે. આ બાળકીના લોહીના નમૂના તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ 'સેન્ડ ફ્લાય માખી' પંચમહાલ અને દાહોદ જિલ્લામાં જોવા મળે છે, પરંતુ આ સેન્ડ ફ્લાય માખી હવે વડોદરા સુધી આવી ગઈ છે. જેમાં મકરપુરાની 4 વર્ષની બાળકી ભોગ બની છે. તબીબી ભાષામાં 'એન્ટા ફ્લાઇટીસ' વાઈરલ તરીકે ઓળખવામાં આવે છે. જે 8થી 9 વર્ષથી નીચેના બાળકોમાં આ વાઈરલ જોવા મળે છે. જે 'સેન્ડ ફ્લાય' નામક જંતુ (માખી) કરવાથી થાય છે.
એન્ટા ફ્લાઇટીસ વાઈરલમાં શરૂઆતમાં તાવ આવે છે. માથું દુખે છે, ઝાડા-ઉલટી થાય છે. બાળક બેભાન થઇ જાય છે. ઉપરાંત ખેંચ આવે છે. આવા લક્ષણ ધરાવતાં બાળકોને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટીના કાચા મકાનોમાં સેન્ડ ફ્લાય નામક જંતુ (માખી)નો ત્રાસ વધારે જોવા મળે છે.


