નવલખી કમ્પાઉન્ડ સહિત આઠ ડાર્ક સ્પોટ પર મેગા ડ્રાઇવ દરમિયાન 40 શકમંદો અટકાયતમાં

નશાખોરી અટકાવવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની વિશેષ તપાસ

MailVadodara.com - 40-suspects-detained-during-a-mega-drive-at-eight-dark-spots-including-Navlakhi-Compound

- પોલીસ કમિશનરની આગેવાનીમાં વિશેષ કીટથી શંકાસ્પદોના પરીક્ષણ શરૂ કરાયાં, ડ્રગ્સ સેવનની પુષ્ટિ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે

વડોદરામાં ડ્રગ્સ સામે પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તેના ભાગરૂપે ગઈકાલે રાત્રે મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી.


શહેર પોલીસ કમિશનરની આગેવાની હેઠળ ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે શહેરના નવલખી કમ્પાઉન્ડ, પાણીગેટ, ગોરવા સહિતના આઠ ડાર્ક સ્પોટ ઉપર પોલીસની ટીમો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પોલીસે વાહન ચેકિંગ ઉપરાંત વિશેષ કીટ દ્વારા ડ્રગ્સ એડિક્ટની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે 40 જેટલા શકમંદોની અટકાયત કરી હતી. જેમાં એક ડઝન જેટલા લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું હોય એવી આશંકા સેવાઇ રહી છે.


પોલીસે કહ્યું છે કે ડ્રગ્સનું સેવન કર્યું હશે તેવા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમાં ડ્રગ્સ લીધું હોવાની વિગતો મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવનાર છે.

Share :

Leave a Comments