મકરપુરામાં ગાયોના વિવાદમાં રિક્ષાચાલક પર ડાંગથી જીવલેણ હુમલો કરનાર 4 આરોપીઓની ધરપકડ

વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં ગાયોના વિવાદને કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી

MailVadodara.com - 4-accused-arrested-for-fatally-attacking-rickshaw-puller-with-a-stick-in-a-cow-dispute-in-Makarpura

- આરોપીએ રિક્ષાચાલક જગદીશભાઇ પટેલને ગળાની ડાબી બાજુએ ડાંગ મારતા ચક્કર ખાઈને પડી ગયા હતા, અન્ય બે વ્યક્તિને બોલાવી લાત અને ગડદાપાટુનો માર માર્યો હતો

વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં ગાયોના વિવાદને કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રિક્ષાચાલક જગદીશ પટેલ પર કેટલાક લોકોએ લાકડી અને ગડદાપાટુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં જગદીશ પટેલને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મકરપુરા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

ઓટો રિક્ષાનો વ્યવસાય કરતા જગદીશભાઈ પોતાની ઓટો રિક્ષા લઈને ઘરે જમવા આવ્યા હતા. તેમના ઘરે હાજર હતા તે દરમિયાન માતા નીરુબેન બાબુભાઈ પટેલને ઘરની બહાર અવાજ આવ્યો હતો. તેઓ બહાર નીકળ્યા ત્યારે જાણવા મળ્યું કે, નજીકમાં રહેતા લંગડા ભરવાડ અને તેમના સાથી લક્ષ્મણ ભરવાડ સાથે તેમની માતા વાદ-વિવાદ કરી રહ્યા હતા.


નીરુબેનએ લંગડા ભરવાડને કહ્યું કે, તેમની ગાયોને ઘરથી દૂર રાખો, કારણ કે અગાઉ તેમણે તેમના ફુલછોડ (ફૂલોના છોડ) ખાઈ લીધા હતા. આ વાતથી લંગડા ભરવાડ ક્રોધિત થઈ ગયા અને નીરુબેનને ગાળો આપવા લાગ્યા હતા. જગદીશભાઈએ અપશબ્દો ન બોલવા જણાવ્યું, પરંતુ તે વખતે લંગડા ભરવાડે હાથમાં રાખેલી ડાંગ વડે જગદીશભાઈના ગળાની ડાબી બાજુએ મારી દીધી, જેથી તેમને ગંભીર ઈજા થઈ અને ચક્કર આવીને તેઓ જમીન પર પડી ગયા હતા.

આ દરમિયાન લક્ષ્મણ ભરવાડે પણ હુમલો કર્યો હતો, લક્ષ્મણ ભરવાડ "બુમા-બુમા" કરતા બીજા બે વ્યક્તિઓ પણ આવી ગયા અને લંગડા અને લક્ષ્મણનું સમર્થન કરીને જગદીશભાઈને લાત મારીને ગડદાપાટુનો માર માર્યો હતો.

આ ઘટના દરમિયાન નીરુબેન અને જગદીશભાઈના માસીના દીકરા રામકુમાર ઘનશ્યામભાઈ પટેલ દોડી આવી વચ્ચે પડ્યા હતા અને ઇજાગ્રસ્ત ફરિયાદીને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાવી હતી. બાદમાં આ મામલે મકરપુરા પોલીસે ચાર આરોપીને ઝડપી માંફી મંગાવી હતી.


ઝડપાયેલા આરોપીઓ

રામ સાંજનભાઇ ભરવાડ (ઉ.વ-21 રહેવાસી- પાર્વતીનગર, નીલકંઠ રેસીડન્સીની બાજુમાં, મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ, મકરપુરા, વડોદરા શહેર.)

સાંજણભાઇ ઉર્ફે લંગડો સુરાભાઇ ભરવાડ (ઉ.વ-58 રહેવાસી- પાર્વતીનગર, નીલકંઠ રેસીડન્સીની બાજુમાં, મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ, મકરપુરા, વડોદરા શહેર.)

રણછોડભાઇ વિહાભાઇ ભરવાડ (ઉ.વ-52 રહેવાસી- પાર્વતીનગર, નીલકંઠ રેસીડન્સીની બાજુમાં, મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ, મકરપુરા, વડોદરા શહેર.)

ભરતભાઇ ઉર્ફે લાલો ખેંગારભાઇ ભરવાડ (ઉ.વ-21 રહેવાસી- પાર્વતીનગર, નીલકંઠ રેસીડન્સીની બાજુમાં, મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ, મકરપુરા, વડોદરા શહેર.)

Share :

Leave a Comments