RTOમાં જપ્ત કરાયેલ ટેકસની ભરપાઈ ન કરનાર વાહનોની હરાજી કરતા 28.55 લાખની આવક થઇ

છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનાર વાહન ખૂબજ કપરી સ્થિતિમાં પડેલા હતા

MailVadodara.com - 28-55-lakhs-generated-from-auction-of-vehicles-seized-at-RTO-for-non-payment-of-tax

- આરટીઓ વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં વર્ષ 2001થી લઈ વર્ષ 2016 સુધીના 24 વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ, વાહન માલિકોને નોટિસ આપી હતી

વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનાર વાહન ખૂબજ કપરી સ્થિતિમાં પડેલા હતા. જે કચેરીમાં આવેલા કમ્પાઉન્ડમાં જગ્યા રોકતા હતા સાથે સરકારનો ટેક્સ છેલ્લા 20 વર્ષથી ભર્યો ન હતો. આવા 24 મોટા વાહનોની હરાજી અંગેની અપસેટ વેલ્યુ જાહેર કરવામાં આવી હતી અને ગતરોજ(19 જૂન) તેની જાહેર હરાજી કરવામાં આવી હતી.


વડોદરા આરટીઓ વિભાગમાં છેલ્લા 25 વર્ષ જૂના વાહનો કે જેઓ દ્વારા ટેકસની ભરપાઈ કરવામાં આવી નથી. આવા વાહનોને આરટીઓ વિભાગ જપ્ત કરે છે. કાર્યવાહી બાદ આજ દિન સુધી ટેક્સ ન ભરતા સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોઝો દાખલ સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે.

વડોદરા આરટીઓ વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં વર્ષ 2001થી લઈ વર્ષ 2016 સુધીના 24 વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અપસેટ પ્રાઈઝ 40,000થી લઈ 2,15,000 સુધી રાખવામાં આવી હતી. જેની ગત રોજ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં 119 બિડ આવ્યા અને જાહેર હરાજી કરવામાં આવતા 28,55,000 જેટલી રકમની માતબર આવક થઈ હતી.

આપને મનમાં એક સવાલ ઉભો થતો હશે કે આવા વાહનોની આરટીઓ શા માટે હરાજી કરે છે. ત્યારે તેનો જવાબ છે કે આ એવા વાહનો છે કે જેના માલિકોએ આરટીઓ વિભાગને ટેકસની ભરપાઈ કરી નથી અને તેથી તેને જપ્ત કર્યા છે. વર્ષો સુધી વાહન માલિકો આ ટેકસની ભરપાઈ કરતા નથી. ત્યારે આ વાહનો એક તો આરટીઓ પરિસરમાં વર્ષોથી જગ્યા રોકી રહ્યા છે, સાથે સરકારના ટેક્સના પૈસા નથી આવતા જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગ રૂપે હરાજી કરી તેના ટેકસની રકમ વસૂલવામાં આવે છે. ત્યારબાદ પણ જો આ વાહનના ટેકસની રકમ વધુ હશે તો તેવા માલિકોની મિલકત પર બોઝો દાખલ કરવામાં આવતો હોય છે.

Share :

Leave a Comments