વડોદરા જિલ્લા પંચાયત મારફત રૂા.3.24 કરોડના ખર્ચે 27 નંદઘર અને 27 CSR ફંડ હેઠળ બનાવાશે

વડોદરા જિલ્લામાં 54 નંદઘરોનું નિર્માણ થશે

MailVadodara.com - 27-Nandgarhs-and-27-CSR-funds-will-be-constructed-at-a-cost-of-Rs-3-24-crore-through-Vadodara-District-Panchayat

માસૂમ ભૂલકાઓના શૈક્ષણિક ભવિષ્યનો પાયો જ્યાંથી મજબૂત થાય છે, એવા આંગણવાડી કેન્દ્રો એટલે કે નંદઘરોને સશક્ત બનાવવા માટે વડોદરા જિલ્લામાં નવતર પહેલ થઇ રહી છે. જિલ્લાની 54 નંદ ઘરો સીએસઆર ફંડ હેઠળ નવા બની રહ્યા છે. આ 54 પૈકી 27 નંદ ઘરો વિવિધ કંપનીઓ પોતે જ બનાવી રહી છે.


કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબિલિટી અંતર્ગત મળતા અનુદાનને ગ્રામીણ વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટેના હેતુથી ઉપયોગ કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ થોડા સમય પૂર્વે કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને જેમાં વડોદરા જિલ્લામાં કાર્યરત કંપનીઓ નવા નંદ ઘરોનું નિર્માણ કરવા માટે સહમત થઇ હતી. એ અંતર્ગત 27 નંદ ઘરોનું નિર્માણ જિલ્લા પંચાયત મારફત કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા પંચાયતને આ માટે રૂ. 3.24 કરોડ ફાળવવામાં આવ્યા છે. બાકીના 27 નંદ ઘરો સંબંધિત કંપની જાતે બનાવી રહી છે.


કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહેલા નંદ ઘરોની પ્રગતિ જોઇએ તો સાત નંદ ઘરોના કામ પૂર્ણ થઇ ગયા છે. 4 નંદ ઘરોના કામ ચાલું છે. બાકીના કામો આગામી દિવસોમાં શરૂ થશે. જ્યારે, જિલ્લા પંચાયત દ્વારા 27 નંદ ઘરોના નિર્માણ માટેની કામગીરી ટેન્ડરિંગ પ્રક્રીયા હેઠળ છે.

સીએસઆર ફંડ હેઠળ નિર્માણ પામનારા આંગણવાડી કેન્દ્રોની તાલુકાવાર સંખ્યા જોઇએ તો કરજણ તાલુકામાં 3, પાદરા ઘટક  1માં 8, પાદરા ઘટક  2માં 18, સાવલીમાં 5, શિનોરમાં 14, વડોદરા ગ્રામ્યના ઘટક એક તથા બેના કુલ મળી 6 નંદઘરોને આ નવનિર્માણમાં આવરી લેવામાં આવ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવતા નંદ ઘરોને વધુ આકર્ષક રીતે બનાવાઇ રહ્યા છે. જેમાં વોલ પેઇન્ટિંગ, વોટર પ્યુરિફાયર, ટેબલ, ખુરશી ઉપરાંત કેટલીક કંપનીઓ દ્વારા જ્ઞાનવર્ધક કાર્યક્રમોના વિડીઓ સાથે ટીવી પણ આપવામાં આવ્યા છે.

Share :

Leave a Comments