બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 10 રેસિડન્ટ તબીબો ડેન્ગ્યૂની ઝપટમાં, હાલ 3 સારવાર હેઠળ

ચોમાસાની ઋતુ શરૂ થતા જ વડોદરા શહેરમાં મચ્છર જન્ય રોગોમાં વધારો!!

MailVadodara.com - 10-resident-doctors-studying-at-Baroda-Medical-College-infected-with-dengue-3-currently-under-treatment

- પાલિકા દ્વારા સયાજી હોસ્પિટલના પરીસરમાં અને હોસ્ટેલમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો

શહેરમાં ચોમાસા સાથે જ રોગચાળાએ દસ્તક દીધી છે. સામાન્ય નાગરીકો સાથે તબીબો પણ હવે ડેંગ્યુની ઝપેટમાં આવ્યા છે. 1 અઠવાડિયામાં સયાજી હોસ્પિટલના 10 રેસીડન્ટ તબીબો ડેંગ્યુના શિકાર બન્યા છે. 3 તબીબો સારવાર હેઠળ છે, 7 તબીબોને રજા આપી દેવામાં આવી છે. એક જ અઠવાડિયામાં 10 તબીબો ડેંગ્યુગ્રસ્ત થતાં આરોગ્ય વિભાગ પણ હરતકમાં આવ્યું છે અને સયાજી હોસ્પિટલના પરીસરમાં અને હોસ્ટેલમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ચોમાસાની ઋતુ શરૂ થતા જ શહેરમાં મચ્છર જન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે. કોર્પેોરેશન દ્વારા રોગચાળો અટકાવવા માટે કામગીરી થઇ રહી છે. વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં દરરોજ સરવે કરવામાં આવે છે. જેમાં શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરીને તેઓની સારવાર પણ શરૂ કરવામાં આવે છે. જો કે હવે સારવાર કરનાર તબીબો જ રોગચાળાની લપેટમાં આવ્યા છે. બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રેસિડન્ટ તબીબો જ ડેંગ્યુના ભોગ બન્યા છે. એક સપ્તાહમાં 10 રેસીડન્ટ તીબીબોને ડેંગ્યુ થઈ ચૂક્યો છે. જેમાં 3 તબીબો તો હાલમાં પણ સારવાર લઈ રહ્યા છે. ત્યારે 7 તબીબો સારવાર મેળવીને લેતા તેઓને રજા આપી દેવામાં આવી છે.

એક સાથે રેસીડન્ટ તબીબો ડેગ્યુગ્રસ્ત થતાં પાલિકાનું આરોગ્ય ખાતું પણ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય ખાતાની ટીમ શુક્રવારે સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી અને દવાનો છંટકાવ કર્યો હતો. હોસ્પિટલના પરીસર ઉપરાંત તમામ હોસ્ટેલમાં દવાનો છંટકાવ ઉપરાંત જ્યા-જ્યા મચ્છરોનો ઉપદ્રવ હતો ત્યાંથી મચ્છરો દૂર કરાયા હતા.

મુખ્ય આરોગ્ય અધિકરી ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, આ અમારી રૂટીન કામગીરી છે. શુક્રવારે હોસ્ટેલ, હોસ્પિટલના પરીસરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જ્યાં-જ્યાં મચ્છરોનો ઉપદ્રવ જણાયો હતો તે તમામ આશ્રય સ્થાનો દુર કરવામાં આવ્યા હતા. 

Share :

Leave a Comments