પારિવારિક ઝઘડામાં નાની બહેને ભાઈને જાનથી મારી નાખી ટુકડા કરીને ફેંકી દેવાની ધમકી આપતા ફરિયાદ

અટલાદરામાં રહેતા રજનીશકુમાર શ્રીવાસ્તવે આટલાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - younger-sister-for-threatening-to-kill-brother-cut-him-into-pieces-and-throw-them-away

- ભાઇએ નાની બહેનને ફોન કરી માતા-પિતાને પોતાના વિરુદ્ધ ચઢામણી કરવાની ના પાડતા રોષે ભરાઇને કહ્યું- કેસરીયામાં આવી તો જો, તારા ટુકડે-ટુકડા કરી ફેંકી દઇશ

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા યુવકે તેની બહેનને ફોન કરીને તું મારા માતા-પિતાને કેમ ચઢામણી કરે? એવું કહ્યું હતું ત્યારે બહેને કહ્યું હતું કે, ગામ છોડીને આવી તો જો તને જાનથી મારી નાખી ટુકડા કરીને ફેંકી દઈશ. આ ઉપરાંત ખોટા-ખોટા આક્ષેપો પણ કર્યા હતા, જેથી ભાઈએ પોતાની બહેન વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મૂળ બિહારના અને હાલમાં વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસેની સોસાયટીમાં રહેતા રજનીશકુમાર જનકપ્રસાદ શ્રીવાસ્તવે આટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કોરોના સમયે વર્ષ 2020થી નોકરી માટે વડોદરા ખાતે મારા ભાઈ સાથે રહેવા આવ્યો છું. વર્ષ 2017માં મારી નાની બહેનના લગ્ન પંકજ શ્રીવાસ્તવ (રહે. બિહારના નરકટીયા ગંજ થાના, શિકારપુર જિલ્લો, પંચમી ચંપારણ)માં સાથે થયા છે પરંતુ, તે નાની-નાની બાબતે મારા માતા-પિતાને અમારા વિશે ચઢામણી કરે છે કે, પ્રવીશ અને રજનીશ તમારું ધ્યાન રાખતા નથી. તમારી સારસંભાળ રાખતા નથી તો તમારે માલ-મિલ્કતમાં ભાગ નહી આપવાનો તેમ કહીને મારા માતા-પિતાને ખોટી રીતે ચઢામણી કરે છે અને અમારી સાથે વાતચીત નહી કરવાનુ કહે છે.

ગત 19 માર્ચના રોજ મારા ભાઈ અને મારા જીજાજી પંકજ રાજ સાથે કોન્ફરન્સ કોલ પર મારી બહેન પ્રિયાને સમજાવવા કહ્યું હતું કે, તે અમારા ઘરના મામલામાં ના પડે. થોડી વાર પછી ફરી ભાઈના ફોન પર પ્રિયાએ ફોન કરીને અપશબ્દ બોલીને ધમકી આપી હતી અને 22 માર્ચના મે મારી બહેન પ્રિયાને તેના સસરાના મોબાઈલ ઉપર ફોન કરી તુ ખોટી રીતે પિતાજીને અમારા વિશે ચઢામણી ન કરે એવું કોલ પર સમજાવતા મારી બહેન પ્રિયાએ અમારી ઉપર ખોટા ખોટા આક્ષેપ કર્યા હતા.

પ્રિયાએ ખરાબ ગાળો બોલીને કહ્યું હતું કે, તું એક બાપની ઓલાદ હોય તો ગામ તો છોડીને કેસરીયામાં આવી તો જો હું તને જાનથી મારી નાખી તારા ટુકડે-ટુકડા કરી નાખીશ તેવી ધમકી આપી હતી અને તારા ભાભી સાથે આડા સબંધ છે. તે તારા આડા ધંધા બંધ કરી દેજે તેમ કહી મને ગમે તેમ બોલવા લાગી હતી. અટલાદરા પોલીસે ધમકી આપનાર બહેન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments