વડોદરામાં છ મહિનાથી અનિયમિત સમયે આવતા પાણીના કારણે સ્થાનિકોનો માટલા ફોડી વિરોધ

છાણીના એકતાનગરમાં છ મહિનાથી અનિયમિત પાણી આવતા ગૃહિણીઓને મુશ્કેલી

MailVadodara.com - there-has-been-a-lot-of-protests-by-locals-due-to-irregular-water-supply-for-six-months

- સ્થાનિક રહીશોએ વોર્ડ 2ની કચેરીએ પહોંચી તંત્રની કામગીરી સામે હલ્લાબોલ કર્યો

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ એકતાનગરમાં છેલ્લા છ મહિનાથી ખૂબ અનિયમિત સમયે પાણી આવી રહ્યું છે. પાણીનો ચોક્કસ સમય નિર્ધારિત કર્યો હોવા છતાં તે સમયે પાણી આવતું નથી અને ગમે તે સમયે પાણી વિતરણ કરવામાં આવે છે. જેના કારણે ગૃહિણીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. વારંવાર આ મામલે પાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતા આજે કોંગ્રેસના કાર્યકર જીતેન્દ્ર સોલંકી (પપ્પુ)ની આગેવાનીમાં અહીં સ્થાનિક રહીશો વોર્ડ નંબર 2ની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં માટલા ફોડી તંત્રની કામગીરી સામે હલ્લાબોલ કર્યો હતો.


Share :

Leave a Comments