પરિણીતાની એકલતાનો લાભ લઇ શાકભાજી આપવાના બહાને પરિચિતે ઘરે જઇ છેડતી કરી

પરિણીતા પોતાના ઘરે હાજર હતી તે દરમિયાન આરોપી ટામેટા આપવા ઘરે ગયો હતો

MailVadodara.com - acquaintance-went-to-her-house-and-molested-her-on-the-pretext-of-giving-her-vegetables

- પરિણીતાએ છેડતી કરનાર રવિન્દ્ર પુનમભાઇ વસાવા (રહે. લામડાપુરા, સાવલી) વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ મથકની હદમાં પરિણીતાની એકલતાનો લાભ લઇ પરિચિતે છેડતી કરી હતી. આરોપી શાકભાજી આપવાના બહાને મહિલાના ઘરે ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ મંજુસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, પરિણીતા પોતાના ઘરે હાજર હતી દરમિયાન રવિન્દ્ર પુનમભાઇ વસાવા (રહે. લામડાપુરા, સાવલી) તેના ઘરે આવ્યો હતો અને ટામેટા ભરેલી થેલી પરિણીતાને આપી હતી. જે બાદ પરિણીતા ટામેટા ખાલી કરી રહ્યા હતા. તે દરમિયાન રવિન્દ્રએ એકલતાનો લાભ લઇને પરિણીતાની છેડતી કરી હતી.

આ ઘટનાથી ડઘાઇ જતા પરિણીતાએ પ્રતિકાર કરી બુમાબુમ કરી હતી. જેથી આરોપી રવિન્દ્ર ત્યાંથી નાસી છુટ્યો હતો. ઘટના સમયે પરિણીતાના પતિ ઘરે હાજર ન હોવાથી અને આરોપી પરિચિત હોવાથી આબરૂના કારણે તે સમયે ફરિયાદ આપી ન હતી. દરમિયાન પરિણીતાએ છેડતી કરનાર રવિન્દ્ર પુનમભાઇ વસાવા (રહે. લામડાપુરા, સાવલી) વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments