ગોરવા એલેમ્બિક સિટીમાંથી દુર્લભ `યલો ડોટ સ્ટોર્ક' પક્ષીનું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ

જવલ્લે જોવા મળતું કચ્છી ચિત્રોડા પક્ષી ત્રણ દિવસથી ઉડી શકતું ન હતું

MailVadodara.com - Wildlife-Trust-rescues-rare-Yellow-Dot-Stork-from-Gorwa-Alembic-City

- વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ પક્ષીનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું


જવલ્લે જોવા મળતું યલો ડોટ સ્ટોર્ક પીળી ચાંચ ઢોંક અને કચ્છી ચિત્રોડા તરીકે ઓળખાતા પક્ષીનું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું. 

વડોદરા શહેરના ગોરવા એલેમ્બિક સિટીમાં ખૂબ ઓછી પ્રજાતિવાળું અને જવલ્લે જોવા મળતું કચ્છી ચિત્રોડા બગલાની પ્રજાતિ ગણાતું પક્ષી છેલ્લા ત્રણ દિવસથી ક્યાંકથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું ન હતું. ચિત્રોડા પક્ષીની જાણ સ્થાનિક રહીશોને થતા અહીં રહેતા એક વ્યક્તિએ આ અંગે વાઇલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટને જાણ કરી હતી. સંસ્થાના વોલિયેન્ટર તાત્કાલિક એલેમ્બિક સીટી પહોંચ્યા હતા અને સલામત રીતે યલો ડોટ સ્ટોર્કને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments